ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યાં.
ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યાં. ખેરગામ । ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાના નેતૃત્વ હેઠળ 'વિશ્વ મહિલા દિન' ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત આદિવાસી સમાજ છેલ્લા 10 કરતા વધારે વર્ષોથી જનજાગૃતિ, શિક્ષણ, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા નિવારણ, સ્ત્રીસશક્તિકરણ, જેવા વિવિધ મુદ્દે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. ‘વિશ્વ મહિલા દિવસ' અવસર પર આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ અને ગાંધીનગરના નિવૃત સચિવ ઠાકોરભાઈ પટેલ દ્વારા ડો. દિવ્યાંગી પટેલ, ડાંગના નીતાબેન પટેલ અને ધરમપુરના દર્શનાબેન પટેલ સાથે મળીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી ચૂકેલ અને સમાજસેવામા મહત્વનું યોગદાન આપનાર 62 જેટલાં મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા સ્ત્રીઓના સામાજિક સંગઠનોમાં વધુ જવાબદારી ઉપાડવાના તેમજ વિધવા પુન:વિવાહ, ડાકણ કાઢવા જેવી અંધશ્રદ્ધાઓ પર કાયદાકીય લગામ કસવાની ઈચ્છા વ્યક્ત કરી હત...