Posts

ખેરગામ ખાતે 'કિશોરી કુશળ બનો' અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

Image
   ખેરગામ : તારીખ-23/02/2023 ના રોજ નવસારી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  સશકત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત  કિશોરી કુશળ બનો  કાર્યક્રમ  ખેરગામ રામજી મંદિરના પટાંગણમા યોજાયો હતો.  જેમા ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, ખેરગામ મામલતદાર સાહેબશ્રી જીતુભાઈ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી  વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અને દંડક  મહિલા આગેવાન, મહિલા સુરક્ષાના પ્રમુખ શ્રીમતિ લીનાબેન, નવસારી જિલ્લા પૂર્વ સભ્ય શ્રી પ્રશાંતભાઈ  ખેરગામ ગામના સરપંચ શ્રીમતિ ઝરણાંબેન, CDPO મેડમ, જીલ્લા બાળ વિકાસ અધિકારી તેમજ  પોસ્ટ વિભાગ, પોલીસ  વિભાગ, બેન્ક, અને આરોગ્ય વિભાગ જેવા અલગ અલગ ખાતામાંથી પધારેલ અધિકારીઓ,  આંગણવાડી વર્કરો  તથા મોટી સંખ્યામાં કિશોરીઓ તથા વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને કિશોરીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું

નારણપોર પ્રાથમિક શાળામાં પર્યટન યોજાયું.

Image
    આજરોજ નારણપુર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના તમામ બાળકોને પર્યટન માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં સૌપ્રથમ ખેતરની મુલાકાત કરવામાં આવી સૌપ્રથમ મરચાની આધુનિક ખેતી શાકભાજી જેવી કે કોબીજ ભીંડા રીંગણ વગેરે પાકોનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું અને વિવિધ ખેડૂતો જોડે બાળકોને ચર્ચા કરવાનો મોકો મળ્યો ગામના અગ્રણી એવા મયુર અરવિંદભાઈ પટેલ કે જે આધુનિક ખેતી કરે છે તેમણે આંતરપાક ડ્રીપ ઇરીગેશન વર્મી કમ્પોસ્ટ ઓછા ખર્ચ દ્વારા વધુ ઉત્પાદન તથા ઓર્ગેનિક ખેતી વિશે બાળકોને માર્ગદર્શન પૂરું પાડયુ હતુ. આ ઉપરાંત બાળકોને નદી કિનારાનું પર્યટન કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરવામાં આવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા બાળકોને વિવિધ રોગો વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી ત્યાર પછી બાળકોને દૂધ મંડળીની મુલાકાત કરવામાં આવી જેમાં સ્ટાફ દ્વારા દૂધ મંડળીના કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે સમજ આપવામાં આવી.

તારીખ ૨૧-૦૨-૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકાની ૭૮ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવણીનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

Image
    KHERGAM BLOGGER POST|૨૧-૦૨-૨૦૨૩|આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. વિશ્વભરમાં ૬૦૦૦થી વધુ ભાષા વર્ષ ૧૯૫૨માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ૨૧ ફેબ્રુઆરીએ એક આંદોલન કરવામાં આવ્યું હતું. તેમાં શહીદ થયેલા યુવાનોની સ્મૃતિમાં યુનેસ્કોએ પહેલી વખત વર્ષ ૧૯૯૯માં ૨૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ દિવસને પહેલી વખત વર્ષ ૨૦૦૦માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ વિશ્વભરમાં પોતાની ભાષા-સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. માતૃભાષામાં વ્યક્તિ વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે. આપણે એકબીજાના સંપર્કમાં માતૃભાષાને કારણે જ જોડાયેલા છે. યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે ૬૦૦૦થી વધુ છે.વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે.  ગુજરાતની માતૃભાષા ગુજરાતી હોય આપણને ગુજરાતી ભાષા પ્રત્...

નવસારી તાલુકા પંચાયત આયોજિત તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

Image
        ખેરગામ : તાલુકા પંચાયત નવસારી આયોજિત તાલુકા કક્ષાના રમતોત્સવનું આયોજન 16 અને 17 ફેબ્રુઆરીના દિવસે કસ્બાપાર ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરાયું હતું. ઉદઘાટન સમારંભમાં જિ. પ્રા. શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર, સામાજિક સમિતિના ન્યાય અધ્યક્ષ અરવિંદભાઈ પાઠક, ટીડીઓ વિભૂતિ સેવક, તા. પં.ના સભ્ય પૂર્વીબેન, તા. પ્રા. શિ. વિશાલસિંહ રાઠોડ તેમજ ગામના સરપંચ, દાતા હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. 16મી એ તાલુકાના દરેક કેન્દ્રની કુમાર અને કન્યા ક્રિકેટની ટીમોએ સુંદર પ્રદર્શન કર્યું હતું. જેમાં ક્રિકેટ કુમાર આમડપોર પ્રા. શાળા ફાઈનલ વિજેતા અને રનર્સ અપ સિસોદ્રા કુમાર શાળા રહી હતી.  જ્યારે ક્રિકેટ કન્યામાં ધામણ પ્રાથમિક શાળા ફાઇનલ વિજેતા અને ચંદ્રવાસણ સુપા પ્રાથમિક શાળા રનર્સ અપ રહી હતી. 17મીના રોજ વિભાગીય કક્ષાએ વિજેતા થયેલી ટીમમાંથી ખોખો કુમાર કસ્બાપર, કન્યા ધામણ, કબડ્ડી કુમાર છાપરા, કન્યા સીસોદ્રા કન્યા શાળા ચેમ્પિયન થઇ હતી. તિઘરા શાળા કુમાર-કન્યા ખોખો રનર્સ અપ રહી હતી. કબડ્ડી કુમાર નવા તળાવ શાળા અને કન્યામાં પારડી શાળા રનર્સઅપ રહી હતી. રમતોત્સવમાં વિવિધ શ...

ખેરગામ રોહિત સમાજ દ્વારા રાનકુવા Jemson ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
     ખેરગામ  |ખેરગામ રોહિત સમાજ દ્વારા રાનકુવા Jemson કિકેટ  ગ્રાઉન્ડની ઉપર કિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું એમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ અને માજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રશાન્તભાઈ પટેલ દ્વારા ઓપનિંગ કરાયું હતું 

ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ DGVCL દ્વારા સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે વિના મૂલ્યે ક્લાસિસ ચલાવવામાં આવ્યા.

Image
   ખેરગામ  | તારીખ ૧૯-૦૨-૨૦૨૩નાં દિને ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ DGVCL દ્વારા જ્ઞાન કિરણ ધોડિયા સમાજ હોલ સુરખાઈ ખાતે વી.એસ.ઇલે.આસિ.ની એક્ઝામની તૈયારીઓ ભાગરૂપે લગભગ ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે તજજ્ઞો દ્વારા વિના મૂલ્યે  સવારે ૯:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી વર્ગો ચલાવવામાં આવ્યાં હતા.  વિષય તજજ્ઞો પટેલ નિરવ સર, પટેલ હિરેન સર, પટેલ કમલેશ સર, સોલંકી પ્રતિક સર, દ્વારા વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે શિક્ષણ આપ્યું હતું.  ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ ડી.જી.વી.સી.એલ આયોજિત આ ક્લાસીસનાં આયોજકો શ્રી કેવળસિંહ તાવિયાડ જી.એસ. ઉત્કર્ષ મંડળ, આશિષ પટેલ,સી.એસ. ઉત્કર્ષ મંડળ, શ્રી જી.બી.પટેલ સર આઇ.સી. સ્કોડ, ડીજીવીસીએલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.              જ્યારે આ વિદ્યાર્થીઓ માટે બપોરના ભોજન માટે જ્ઞાનકિરણ ધોડિયા સમાજ મંડળ સુરખાઈના પ્રમુખ શ્રી રાજુ સાહેબ (રાજેન્દ્ર સાહેબ) તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાજણ રણછોડ ગામે કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓને બોર્ડની પરીક્ષા માટે આત્મવિશ્વાસ વધારવા અને તણાવ દૂર કરવા માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
    ખેરગામ  : તારીખ ૧૮-૦૨-૨૦૨૩નાં દિને  કાજાણ રણછોડ મુકામે કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓની બોર્ડની પરીક્ષા માટે આત્મવિશ્વાસ વધારવા અને તણાવ દૂર કરવા માર્ગદર્શન શિબિર યોજાઈ.  છેલ્લા 24 વર્ષોથી વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામે ડાંગ, કપરાડા,ધરમપુર સહિતના આંતરિયાળ આદિવાસી વિસ્તારોના બાળકો માટે છાંયડો ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ છાત્રાલય બનાવી સેવા કરતા વલસાડ મોગરાવાડી ખાતે રહેતા શિક્ષક અજીતભાઈ પટેલના કન્યા છાત્રાલયમાં રહી 60 જેટલી બાળાઓ અભ્યાસ કરે છે. જેમાં બોર્ડની પરીક્ષા આપનાર  તમામ બાળાઓનું સ્વાગત ભૂતકાળમાં આદિવાસીઓની જીવાદોરી રહી ચૂકેલા મહુડાના ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું. સંચાલક અજીતભાઈએ થોડું દુઃખ પણ અભિવ્યક્ત કર્યું કે સમાજમાં અઢળક લોકો પૈસાદાર હોવા છતાં, છાત્રાલયના દાનવીરોમાં આપણા સમાજના લગભગ નહિવત છે, મોટાભાગના અન્ય સમાજના વ્યક્તિઓનો જ ફાળો  છે. બાળકોને માર્ગદર્શન અને કારકિર્દી સંબધિત શિબિર હોવાને લીધે તબિયત નાદુરસ્ત અને હોસ્પિટલમાં દાખલ હોવા છતાં શિક્ષણપ્રેમી પ્રોફેસર નિરલ પટેલ પણ હાથમા સોય સાથે આવીને બાળકોમાં આત્મવિશ્વાસ વધાર...