Posts

ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન

Image
  ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન. ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. પદવી પણ ધરાવે છે અને શિક્ષણની સાથે- સાથે સામાજિક ઉત્થાન માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ કાકડવેરી તથા નાની ઢોલડુંગરી ખાતે **“સાકાર વાંચન કુટિર લાઇબ્રેરી”**નું સંચાલન કરે છે, જ્યાંથી કાકડવેરી લાઇબ્રેરીમાંથી ૧૧ તથા નાની ઢોલડુંગરીમાંથી ૧૧ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રેમ્બો વોરિયર્સ ના સક્રિય સભ્ય પણ હોય વર્ષમાં ત્રણ થી ચાર બ્લડ ડોનેશન કેમ્પોનું અવાર નવાર આયોજન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા રહે છે. તેમની આ તમામ...

શિક્ષણક્ષેત્રે દાયકાઓની સેવા બાદ ખેરગામ તાલુકાની રૂઝવણી (પટેલ ફળિયા) પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી અશોકભાઈ પટેલ અને દક્ષાબેન પટેલ નિવૃત્ત.

Image
      શિક્ષણક્ષેત્રે દાયકાઓની સેવા બાદ ખેરગામ તાલુકાની રૂઝવણી (પટેલ ફળિયા) પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી અશોકભાઈ પટેલ અને દક્ષાબેન પટેલ નિવૃત્ત. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળા, તા. ખેરગામ ખાતે શાળાના મુખ્ય શિક્ષક શ્રી અશોકભાઈ નાનાભાઈ પટેલ તથા ઉપ શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન સોમાભાઈ પટેલના નિવૃત્તિ પ્રસંગે સન્માન સમારંભ યોજાયો હતો. શ્રી અશોકભાઈ પટેલે ૩૮ વર્ષથી વધુ સમય શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તા. ૨૦-૦૮-૨૦૧૫ના રોજ રૂઝવણી પટેલ પ્રાથમિક શાળામાં જોડાયા બાદ તેમના માર્ગદર્શન અને મહેનતથી શાળાની શૈક્ષણિક ગુણવત્તા તથા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી. તેઓ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી પણ સન્માનિત થયા છે. ઉપ શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન સોમાભાઈ પટેલે ૩૯ વર્ષથી વધુ સમય સેવા આપી ધોરણ ૧ થી ૨ના બાળકોના સંસ્કારઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. શૈક્ષણિક કાર્ય ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. નિવૃત્તિ પ્રસંગે શાળા પરિવાર, ગ્રામજનો અને વાલીઓ દ્વારા બંને શિક્ષકોને શાલ, સ્મૃતિચિહ્ન તથા સન્માનપત્ર અર્પ...

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
    ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્ર...

તોરણવેરા ગામના અને ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાન ભાવેશ વાઢુને જન્મ દિવસની શુભકામના સાથે શુભેચ્છાઓ

Image
 તોરણવેરા ગામના અને ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાન ભાવેશ વાઢુને જન્મ દિવસની શુભકામના સાથે શુભેચ્છાઓ

ખેરગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

Image
 ખેરગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 

વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત ખાતે શાળા કક્ષાનું ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Image
વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત ખાતે શાળા કક્ષાનું ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા અને ગણિત જેવા વિષયને રસપ્રદ બનાવવાના હેતુસર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા સ્થિત વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત ખાતે તા. ૨૪-૧૨-૨૦૨૫ ને બુધવારના રોજ એક ભવ્ય **‘ગણિત-વિજ્ઞાન પ્રદર્શન’**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંઘના હોદ્દેદારો અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાનો તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી (TPEO) અને બીટ નિરિક્ષક શ્રી પ્રશાંતભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને SMC વતી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સંગઠન અને સમાજના અગ્રણીઓ પણ બાળકોનો ઉત્સાહ વધારવા હાજર રહ્યા હતા. જેમાં SMC અધ્યક્ષ શ્રી દિનેશભાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઇ, જિલ્લા સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર, જિલ્લા સંગ...