Dang news : પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે તારીખ ૧૫મી સપ્ટેમ્બરેના રોજ ઓમ સુરવયમ ટ્રસ્ટ, બારડોલી દ્વારા ૧૯૩મા મેગા કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કેમ્પમા આધુનિક ડેન્ટલ વાન, આધુનિક ઉપકરણો ધરાવતી આંખની તપાસની વાન, બારડોલી રોટરી ક્લબ દ્વારા વિકસાવાયેલી બ્લડ ટેસ્ટ વાન અને બારડોલી પંથકની ગૌરવ સમી ઓમ સાંઈરામ કાર્ડિયાક અને મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો આ પંથકના વંચિત આદિવાસીઓની સેવામાં આ મેગા મેડિકલ કેમ્પરૂપી યજ્ઞમા જોડાયા હતા.
અહિં વઘઇ તાલુકાના ગામો ઉપરાંત મહારાષ્ટ્ર સરહદ પરના અંતરિયાળ વિસ્તારના લગભગ ૩૯૩ જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો.