નવસારી વિજલપોર અને ગણદેવી નગપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાઇ
'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'
ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરાયા
નવસારી,તા.૨૧: સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ નવસારી વિજલપોર નગપાલિકા દ્વારા સ્વચ્છતા હી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગણદેવી નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી દ્વારા શાળામાં નિબંધ લેખન, ચિત્રકામ અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. ગણદેવી નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેનશ્રી,આરોગ્ય ચેરમેનશ્રી, બાંધકામ ચેરમેનશ્રી પ્રેરક હાજર રહી બાળકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા. બન્ને નગરપાલિકા ખાતે શાળામાં બાળકો અને શિક્ષકોએ શાળા કેમ્પસની સામુહિક સફાઇ કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ પાઠવ્યો હતો.