ધરમપુર તાલુકાની શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરાનાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ.
20-09-2024નાં રોજ શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરા, તા. ધરમપુર ખાતે ઉપસ્થિત રહી સાથી ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સાથે અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં કમ્પ્યુટર નોલેજ અને કમ્પ્યુટર ટેકનોલોજીના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી, ઉત્તમ કાર્ય બદલ તેમણે આયોજકોનો આભાર અભિવ્યક્ત કર્યો હતો તથા સર્વે વિદ્યાર્થિઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી