ધરમપુરની સમરસ મોટી ઢોલડુંગરી ગ્રામ પંચાયત દ્વારા સતત 9મી વખત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
ધરમપુરની સમરસ મોટી ઢોલડુંગરી ગ્રામ પંચાયત દ્વારા સતત 9મી વખત આયોજિત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંધારાના કારણે ફાઇનલમાં પહોંચનારી બંને ટીમોને સયુંકત વિજેતા જાહેર કરી ભારતનું બંધારણ તથા ટ્રોફી અને રોકડ પુરસ્કાર અપાયા હતા.
આ અવસરે ઉપસ્થિત ધરમપુર પોલીસ મથકના જમાદાર કિરણભાઈ ચૌધરીએ સાયબર ક્રાઈમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. 14 ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટમાં સોનગઢના યુસુભ ગામીત, મરઘમાળ સરપંચ રજનીકાંત પટેલ, તા.પં.સભ્ય કલ્પેશ પટેલ, મોટી ઢોલડુંગરીના પૂર્વ સરપંચ નવીન પવાર, ડે. સરપંચ વિલિયમ પટેલ, સભ્યો ઉમેદ પટેલ, મહેન્દ્ર પટેલ, મગન પટેલ, સુનિલ પટેલ, જયેશ પટેલ, નયન પટેલ, સંદીપ પટેલ, વડીલ ધીરૂભાઇ, ગોવિંદ કાકા ઉપસ્થિત રહ્યા હતાં.