ખેરગામ ખાખરી ફળિયાના ઉપશિક્ષિકા શ્રીમતી નયનાબેન ગરાસિયાનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

SB KHERGAM
0

  


ખેરગામ ખાખરી ફળિયાના ઉપશિક્ષિકા શ્રીમતી નયનાબેન ગરાસિયાનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

તારીખ: ૧૭-૧૦-૨૦૨૩નાં દિને ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામના ઉપશિક્ષિકા શ્રીમતી નયનાબેન ગરાસિયા ઉજ્જવલ કારર્કિદી સાથે વયમર્યાદા કારણે નિવૃત્ત થતાં નિવૃત્ત સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

શ્રીમતી નયનાબેન ગરાસિયાનો જન્મ મુ.પો. કાકડવેરી તા. ખેરગામ જી. નવસારી મુકામે તા.૦૨/૦૬/૧૯૬૫ ના શુભ દિવશે થયો હતો. તેમણે પાયાનું પ્રાથમિક શિક્ષણ કાકડવેરી પ્રાથમિક શાળામાં લીધું હતું. જ્યારે માધ્યમિક શિક્ષણ ધોરણ ૮ થી ૧૦ બલવાડા હાઇસ્કુલ તા. ચીખલીમાં લીધું હતું. ત્યારબાદ ઉચ્ચતર માર્થામક શિક્ષણ, ધોરણ-૧૧ ગ્રામ ભારતી અગાશીમાં પૂર્ણ કર્યું. જીવનની સફરનો આ શિક્ષણ લેવાનો મહત્ત્વ પૂર્ણ તબક્કો પણ તેમણે પોતાની કાબિલિયત પ્રદર્શિત કરી ખુબ સફળતા પૂર્વક પાર પાડ્યો હતો.તેમજ માતા-પિતા, શિક્ષકો અને કુટુંબીજનો ના પ્રેમ, પ્રેરણા અને માર્ગદર્શનથી શિક્ષણક્ષેત્રમાં આગળ વધીને તેમણે પ્રાથમિક શિક્ષિકા બનવાના ઉમદા અને ઉન્નત હેતુ સાથે અમદાવાદ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં બુનિયાદી અઘ્યાયનની લાયકાત ૧૯૮૫ માં મેળવી. 

તેમણે તારીખ ૨૧/૧૦/૧૯૮૬ ના મંગલ દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત આભવા પ્રા. શાળા. તા. ચાર્યાસીની શાળામાં જોડાઈ પવિત્ર ફરજની શરૂઆત કરી. આ શાળાની અંદર સાત વર્ષ સુધી શિક્ષક તરીકેની ફરજ બજાવી મઢી. તા. બારડોલી શાળામાં ૧૦ મહિના સુધી શિક્ષક તરીકેની ફરજ અદા કરી. વતનનો જિલ્લાફેરનો, લાભ મળતાં ધરમપુર તા. લુહેરી પ્રા. શાળામાં હાજર થઈ. ત્યારબાદ બદલીનો લાભ મળતાં નારણપોર પ્રા. શાળા. જી. વલસાડમાં હાજર રહી ફરજ નિભાવી. છેવટે જિલ્લા વિભાજન થતાં નવસારી જિલ્લા પંચાયતની ખાખરી ફળિયા પ્રા.શાળામાં આજ દિન સુધી ફરજ બજાવી વિધાથીઓને જીવનનું અજ્ઞાનરૂપી અંધકાર દુર કર્યું. તેમજ તેમની બહુમુલ્ય ઉમદા સેવા શિક્ષણ કાર્યની સાથે શાળાના બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડી તેમના જીવન ઘડતરમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

આ પ્રસંગે ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ખેરગામ તાલુકાના કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, સહમંત્રી કિરીટભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક સંઘના સહમંત્રી ગોવિંદભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી,  ધર્મેશભાઈ પટેલ, ગૃપમંત્રીશ્રી, ગામના આગેવાનો, એસ.એમ.સી.નાં સભ્યો, શાળા પરિવારના સભ્યો, ગ્રામજનો, આમંત્રિત શિક્ષકો, મુખ્ય શિક્ષકો, મિત્રમંડળ અને સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top