પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખાતે ૪૦મો સ્થાપના દિવસ ઉજવાયો.

SB KHERGAM
0

  


પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખાતે ૪૦મો સ્થાપના દિવસ ઉજવાયો.

તારીખ:૧૮-૧૦-૨૦૨૩નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખાતે ૪૦મો સ્થાપના દિવસ ઉજવાયો. પ્રથમ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. ત્યાર બાદ ગામના આગેવાનો દ્વારા કેક કાપવામાં આવી હતી. 

 ગામના આગેવાનશ્રી (નિવૃત્ત કેન્દ્ર શિક્ષક) અને જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાની સ્થાપનાથી લઈને અત્યાર સુધીનો શાળાના પ્રગતિના અહેવાલની છણાવટ કરવામાં આવી હતી. વેણફળિયાના વતની (ફોટોગ્રાફર) ચેતન અંબેલાલના ચિરંજીવી વંશ પટેલ તરફથી શાળાના તમામ ૬૫ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગામનાં આગેવાન અશોકભાઈ એન.પટેલ તરફથી(કરીયાણુંનો તમામ ખર્ચ), અમિતભાઈ પટેલ તરફથી (શાકભાજીનો ખર્ચ) અને ગુલાબભાઈ પટેલ તરફથી  મીઠાઈનો ખર્ચ ઉપાડવામાં આવ્યો હતો. તેમજ ગામનાં યુવામંડળ તરફથી છાશની મદદ કરવામાં આવી હતી. શાળાનાં કોઈ પણ કાર્યક્રમ માટે ગામના યુવાનો હંમેશા ખડેપગે તૈનાત હોય છે જ્યારે ગામનાં વડીલો કે આગેવાનો તરફથી શાળાને હરહંમેશ માટે માર્ગદર્શન મળતું રહે છે.

આ પ્રસંગે ગામનાં પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ, એસ.એમ.સીના અધ્યક્ષ તથા સભ્યો, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ બી.આર.સી.શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી ગોવિંદભાઈ પટેલ, ગ્રુપમંત્રી વિમલભાઈ પટેલ અરવિંદભાઈ એન.પટેલ(નિવૃત્ત કેન્દ્ર શિક્ષક), ઈશ્વરભાઈ બી.પટેલ(નિવૃત્ત શિક્ષક), ઈશ્વરભાઈ એન.પટેલ (નિવૃત્ત શિક્ષક), અશોકભાઈ એન. પટેલ, ઉત્તમભાઈ પટેલ( નિવૃત્ત પોસ્ટમેન) ચંદુભાઈ એન.પટેલ, મોતીભાઈ પટેલ(નિવૃત્ત શિક્ષક), ગુલાબભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ (નિવૃત્ત ઓડિટર), અનિલભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, મંગેશભાઈ પટેલ, ભગુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, શાંતિલાલ પટેલ, જયસુખભાઇ પટેલ, નીતેશભાઈ પટેલ(પૂર્વ ગ્રામ પંચાયત સભ્ય) ગ્રામસહિતના આગેવાનો, શામળા ફળિયા સી.આર.સીની શાળાઓમાંથી પધારેલ શિક્ષકો તથા મુખ્ય શિક્ષકો ખેરગામ બી. આર .સી. સ્ટાફ  અને પહાડ ફળિયા તથા વેણ ફળિયાના તમામ આબાલવૃદ્ધ સૌ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top