Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

SB KHERGAM
0

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો.

વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જોવા મળ્યો હતો.તેઓ સવાર સાંજ આરતી, ધૂન,ભજન સમયસર કરતા જોવા મળ્યા હતા. તેમજ રજાના દિવસોમાં ફક્ત ને ફક્ત ગણપતિના સ્થાપનની જગ્યાએ બેસી હવે પછીના કાર્યક્રમોના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યાં હતાં. આ આયોજનમાં બાળકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. બાળકો નાનપણથી વિવિઘ કાર્યક્રમોના આયોજન અંગે માનસિક તૈયારી, બાળકોમાં નેતૃત્વનો ગુણ, સંગીતના વાજિંત્રનો ઉપયોગ, ભક્તિભાવ, સમયપાલન, નાણાંકીય વ્યવહાર, એકબીજા સાથે મિત્રતાનો સંબંધ જેવા ગુણો અનાયસે તેમનામાં વિકસતા જોવા મળતાં હોય છે.

વાલીઓના પ્રતિભાવો પણ હકારાત્મક જણાયા હતા. તેમને પણ બાળકોને આ દિવસો દરમ્યાન કોઈ પણ જગ્યાએ બાળકો હરવા ફરવા માટે કોઈપણ પ્રકારની માંગણી કરી ન હતી.







Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top