ડાંગ જિલ્લાની બોરખલ માધ્યમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઇ :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૧૬: ડાંગ જિલ્લાના આહવા તાલુકામા આવેલ બોરખલ માધ્યમિક શાળા ખાતે, તારીખ ૧૪ જુલાઇ ૨૦૨૪ રવિવારના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. બાળકોમાં કલા પ્રત્યે રસરૂચિનો વિકાસ થાય અને કલાના ક્ષેત્રમાં બાળકો આગળ વધે તેવા ઉમદા હેતુથી મહેંદી કળામાં રસ ધરાવતી ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીની વિદ્યાર્થીનીઓ માટે "ભારત વિકાસ પરિષદ" સુરત મેઈનના સભ્યો દ્વારા સેવાના ભાવ સાથે મહેંદી સ્પર્ધાનું આયોજન ક૨વામાં આવ્યું હતુ.આ પ્રસંગે મહેંદી કલામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન પ્રાપ્ત કરનાર સુરતના જાણીતા મહેંદી કલાકાર શ્રીમતી નિમિખાબેન પારેખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી, સાથે જ તેઓએ સ્પર્ધામાં નિર્ણાયકની ભુમિકા અદા કરી હતી. મહેંદી સ્પર્ધામાં વિજેતા બનેલ શાળાની દીકરીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોરખલ કેન્દ્રના સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રીમતિ કોમલબેન ડી.ચૌહાણ તથા શાળાના શિક્ષક શ્રી સંજયભાઈએ કર્યું હતુ.ડાંગ જિલ્લાની બોરખલ માધ્યમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઇ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૧૬: ડાંગ જિલ્લાના આહવા...
Posted by Info Dang GoG on Tuesday, July 16, 2024