ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી કરાઇ :

SB KHERGAM
0

 ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી કરાઇ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૧૬: વિદ્યાર્થીઓમાં બાળપણથી જ નેતૃત્વના ગુણો વિકસે તથા ભાવી નેતાઓ આગળ આવે તે માટે દીપ દર્શન ઈંગ્લીશ મીડીયમ શાળાના આચાર્યા સુશ્રી સિસ્ટર મનિષા ગામિતના માર્ગદર્શન હેઠળ ગત તારીખ ૯ જુલાઇ ૨૦૨૪નાં રોજ શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા આહવા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી હરીરામભાઇ સાંવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી હરીરામભાઇ સાંવતે વિદ્યાર્થીઓને પ્રસંગ અનુરૂપ પ્રવચન આપી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અન્ય કારકિર્દીની સાથે ભાવી નેતા બનવા આહવાન કર્યું હતું. ‘કેપ્ટન સમારોહ’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ક્લાસ કેપ્ટનો તથા ગ્રુપ કેપ્ટનોની નિમણુંક કરી શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ શાળામાં હેડબોય અને હેડગર્લની પણ નિમણુંક કરવામાં આવી હતી.
આ સમારોહમાં સંસ્થાના વડા સુશ્રી સિસ્ટર ત્રિશા, દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્યા સુશ્રી સુહાસિની પરમાર તથા પ્રાથમિક શાળાના આચાર્યા સુશ્રી સ્મિતા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી કરાઇ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૧૬: વિદ્યાર્થીઓમાં...

Posted by Info Dang GoG on Tuesday, July 16, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top