ડાંગ (આહવા) : સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત વઘઇ ખાતે ‘સક્ષમ શાળા’ અંગે તાલીમ યોજાઈ :

SB KHERGAM
0

 ડાંગ (આહવા) : સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત વઘઇ ખાતે ‘સક્ષમ શાળા’ અંગે તાલીમ યોજાઈ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા જિલ્લાના તમામ સી.આર.સી. કો.ઓર્ડીનેટર માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ ખાતે સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા વિષય પર બે દિવસીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો. 

આ તાલીમ દરમિયાન સ્વચ્છતા, હરિત, સલામતી અને સ્થાયીકરણ જેવા જુદાં જુદાં મુદ્દાઓ ઉપર બાળકો માટે પાણી, શૌચાલય, આરોગ્ય, હવા, ઉર્જા અને વર્તન જેવાં મૂલ્યલક્ષી વિષયો ઉપર ક્લસ્ટર કક્ષાએ તમામ શાળાઓમાં સક્ષમ શાળાને લગતા તમામ મુદ્દાઓનું આયોજન પૂર્વક અમલીકરણ થાય તે માટે જિલ્લાના તમામ સી.આર.સી.કો.ઓર્ડીનેટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી દ્વારા હરિત અને સ્વચ્છ શાળા તથા તાલીમ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. 

આ તાલીમ વર્ગમાં ડાયેટના પ્રાચાર્યશ્રી ડો .બી.એમ.રાઉત, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેદ્રભાઇ ઠાકરે, ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર શ્રી યશવંત પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

-

સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત વઘઇ ખાતે ‘સક્ષમ શાળા’ અંગે તાલીમ યોજાઈ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: સમગ્ર શિક્ષા...

Posted by Info Dang GoG on Tuesday, June 18, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top