ડાંગ (આહવા) : ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૧ જુન 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે, ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ શિબિરમાં સ્થાનિક ૫૦૦ થી વઘુ બહેનો અને ભાઇઓ હાજર રહ્યા હતા. તમામ લોકોએ યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો હતો.
આ યોગ શિબિરમાં ગાઢવી ગામના સરપંચ શ્રી ગૌતમભાઇ ગાંગૃર્ડે, ડાંગ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર શ્રી કમલેશ પત્રેકર, તેમજ યોગ કોચ સર્વશ્રી છગનભાઇ, રમેશભાઇ, સરિતાબેન, સુમનબેન, નેહાબેન, પ્રિતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
-
ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ...
Posted by Info Dang GoG on Tuesday, June 18, 2024