ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમીક શાળામાં રમતોત્સવ ૨૦૨૪ ઉજવાયો.
તા.10/01/2024 ના દીને ધરમપુર તાલુકા ના મોટી ઢોલડુંગરી પ્રાથમીક શાળા માં રમતોત્સવ 2024 નું આયોજન શાળા પરિવાર અને SMC સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઘન ઉપાડ,લીંબુ ચમચી,લંગડી દોડ,સંગીત ખુરશી,સિક્કા શોધ,સોય દોરો,રીંગણ શોધ,કોથળા કૂદ,ક્રિકેટ જેવી સ્પર્ધાઓમાં વિધાર્થીઓ એ ભાગ લીધો હતો કેમ SMC સભ્યશ્રી ઓ અને શાળા પરિવાર તરફથી 1,2,3, નમ્બર લાવનાર બાળકોને ગોલ્ડ,સિલ્વર,બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી અને સન્માનિત પુરસ્કાર આપવામા આવ્યા હતા.
જ્યાં શાળાના શિક્ષક મિત્રો,SMC અધ્યક્ષ અનિલ પવાર,શિક્ષણવિદ્દ પ્રદીપ પટેલ,સભ્યશ્રી કૌશિક પટેલ,રાજુ પટેલ,અનિશા પટેલ,અને જયંતિ પવાર,અકકુ પવાર, મહેશ પટેલ,વલ્લભ પટેલ,હસમુખ પટેલ,પ્રજ્ઞેશ પટેલ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને બાળકોમાં રહેલ પ્રતિભાને બહાર લાવવાનો ખૂબ સુંદર પ્રયત્ન કરવાં બદલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.