નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે પિંપરી પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહર્ત કરાયું :

SB KHERGAM
0

 નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે પિંપરી પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહર્ત કરાયું :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૮: ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે પિંપરી પ્રાથમિક શાળાના ભવનનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. 

અહીં શાળાના ૮ ઓરડાઓ કે જે અંદાજીત રૂ. ૧.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર છે, જેનું ધારાસભ્યશ્રીએ ખાતમુહર્ત કર્યું હતું. 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી તરફથી મળેલી વિગતો અનુસાર, આહવા તાલુકાની પિંપરી પ્રાથમિક શાળા ખાતે કુલ આઠ જેટલા ઓરડાની ઘટ પ્રવર્તે છે. આ ઓરડાના બાંધકામ બાબતે સને ૨૦૨૦/૨૧ માં 'નાબાર્ડ યોજના' અંતર્ગત સમગ્ર શિક્ષા-ગાંધીનગર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ એજન્સીએ ટેન્ડર ભરેલ ન હોઇ, બાંધકામ પ્રક્રિયામાં વિલંબ થવા પામ્યો હતો.

આ ઓરડાને લઈને પિંપરીના ગ્રામજનોએ ગત તા.૩/૬/૨૦૨૪ ના રોજ રૂબરૂમાં લેખિત અરજી પણ સબંધિત વિભાગને આપી હતી. જે ખાસ કિસ્સા તરીકે મંજૂરી અર્થે ગાંધીનગર મોકલવામાં આવી હતી.

સબબ, શાળા કાર્યના પ્રથમ દિવસે ગ્રામજનોએ દેખાવ કરતાં, શાળા કાર્યની અગત્યતા જોતા, ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે સબંધિત અધિકારીઓને હકારાત્મક નિકાલ માટેની સૂચના આપી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પણ, ગ્રામજનો સાથે સંવાદ સાધી, ઓરડા બાંધકામ બાબતે હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જે બાદ તારીખ ૧૭ જૂનનાં રોજ શ્રી વિજયભાઇ પટેલે સ્થાનિક આગેવાનો સાથે શાળાના મકાનનું ખાતમુહર્ત કરતાં ગ્રામજનોમાં આંનદની લાગણી છવાઇ હતી.  

નવી શિક્ષણ નીતિ સાથે સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓને નવી દિશા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ થશે, તેમ શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

-

*નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે પિંપરી પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહર્ત કરાયું : - (ડાંગ માહિતી બ્યુરો):...

Posted by Info Dang GoG on Tuesday, June 18, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top