તારીખ :૧૧-૧૧-૨૦૨૩નાં દિને વાંસદના પી.આઈ. કિરણ પાડવી સાહેબ દ્વારા વાંસદા ગામ ખાતે આવેલ સરકારી પુસ્તકાલયમાં પુસ્તકો ભેટ આપ્યા.
તેમજ તેમણે વાંસદા તાલુકાના મનપુર ગામે મહારાષ્ટ્ર રાજ્યથી આવેલા શેરડી કાપવાવાળાના બાળોકોને ફટાકડા આપીને એમના સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પી આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે દરેક તહેવારમાં દરેકના મુખે સ્મિત આવે તો જ તહેવારોની સાચી ઉજવણી થયેલી ગણાશે. આ પ્રસંગે દિપકભાઈ આઇ.ટી.આઇ વાળા અને પ્રેમલભાઈ હાજર રહ્યા હતા.
જાણો પી.આઈ. કિરણ પાડવીની સંઘર્ષગાથા
કિરણ પાડવી ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમનાં માતા ગંગાબેન પટેલ ગૃહિણી છે અને તેમનાં પિતા સુનિલભાઈ પટેલ ખેડૂત અને સામાજિક કાર્યકર છે.
તેઓ નવસારી જિલ્લાનાં વાંસદાના પાટા ફળિયાનાં રહેવાસી છે. તેમણે GPSC દ્વારા લેવાયેલી પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ની પરીક્ષા પાસ કરી સીધા પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે પસંદ થઈ તેમણે સમગ્ર વાંસદા તાલુકા, વાંસદા ગામ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યુ હતું. તેમણે ST કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને ખૂબ જ ઊંચી સફળતા પ્રાપ્ત કરી હતી. તેમણે બી.ઈ.સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ પણ કર્યો છે.
પી.આઈ. માં જોડાયા પહેલાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરતા હતા. સોશિયલ મીડિયાના અહેવાલ અનુસાર તેઓ લોકોમાં પર્યાવરણને બચાવવાની જાગૃતિ ફેલાવી રહ્યા હતાં. તેમણે પોતાની સોશિયલ મીડિયા દ્વારા ગામડાંના લોકોની સમસ્યાઓ જાણી વહીતંત્ર સમક્ષ રજૂ કરીને તેને હલ કરવાના પ્રયત્નો કર્યા હતાં. તેમની પાસે વાંચવાના પુસ્તકો ન હતાં તો તેઓ તેમના મિત્રો પાસે પુસ્તકો ઉછીના માંગી વાંચતા હતાં. તેમનું અભ્યાસ દરમ્યાનનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. તેમણે પુસ્તકો મેળવવાની તકલીફ પડી હતી તે હવે પછીના પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ન પડે તે માટે તેમણે સારી લાઇબ્રેરીનું સ્વપ્ન સેવ્યું હતું. તેથી તેઓ લાઇબ્રેરીમાં પુસ્તકોનું દાન કરતાં રહે છે. તેમજ વાર તહેવારે ગરીબોને મદદ કરવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં જોવા મળતી રહે છે.