ગાય ગોહરીનો મેળો - ગાયના દોડતા ટોળાની સામે જઇને નવા વર્ષે દંડવત કરવાની અનોખી પરંપરા.
ગુજરાતના છેવાડાના કહેવાય તેવી દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે નૂતન વર્ષેના દિવસે જ એક અનોખા મેળાની ઉજવણી થતી હોય છે.
ગાયના દોડતા ટોળાની સામે જઇને દંડવત કરીને આશિર્વાદ લેવાની ચાલી આવતી પરંપરા મુજબ ‘ગોય ગોહરીના મેળા’ની ઉજવણી થઇ હોય છે.
માનવજાત અને પશુધન પર અત્યાચાર સમાન આ ઐતિહાસીક પરંપરા આજે પણ ચાલતી રહી છે. નૂતનવર્ષે પણ હજારો માણસોએ આ ઉજવણીમાં ભાગ લે છે.
આદિ-અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગરબાડા ખાતે ગાય ગોહરીના મેળાની ઉજવણી થતી આવી છે. જેમાં ધરતીપુત્ર પોતાના પશુધનને હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરતા હોય છે. નવા વર્ષના દિવસે પોતાના પશુધનને તથા દાળ ભાત શાક જેવી વાનગીઓ પણ જમાડતા હોય છે. ત્યારબાદ કુવારી પૂજન કર્યા બાદ ગાય ગોહરીનો ઉત્સવ ચાલુ કરવામાં આવતો હોય છે.
આ પર્વને નિહાળવા માટે જિલ્લા સહિત વડોદરા, અમદાવાદ, નડિયાદ, આણંદ સહિત ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. હૈયે હૈયુ દળાય તેટલી માનવમેદનીમાં ઢોલ, ત્રાસાં અને ફટાકડાની આતાશબાજીની વચ્ચે ધરતીપુત્ર એક નહિ પણ અનેક પશુધનના ગોહાની નીચે ગોહરી પાડવામાં આવતી હોય છે. અલબત્ત આ નજારો ખરેખર જોવાલાયક હોય છે, પરંતુ બે થી ત્રણ કલાક ચાલતા આ પર્વમાં અમુક લોકો દ્વારા એક નહીં પણ એક સાથે અનેક મોટા ફટાકડા પશુધનની ઉપર તથા તેમના પગના અંદરના ભાગે નાંખતા હોય છે. હવામાં પણ ફટાકડા ઉછાળાના કારણે પશુધનને તો ઇજાઓ થતી હોય છે. સાથે સાથે જનાર વ્યક્તિને પણ ઈજા થતી હોય છે. ફટાકડાથી ભડકેલા બળદોના કારણે જ ગોરી જોવા આવેલ લોકોને પણ ઈજાઓ થતી હોય છે.
ફડાકડાના કારણે ભડકેલી પશુધનને દંડવત કરીને તેના આશીર્વાદ લઇને મેળામાં જોડાનારા અનેક લોકો ધન્યતા અનુભવતા હોય છે.
Post courtesy: નવગુજરાત સમય