ખેરગામ ખાતે 'સ્વચ્છતા કાર્યાંજલિ' કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

     


ખેરગામ  ખાતે 'સ્વચ્છતા કાર્યાંજલિ' કાર્યક્રમ યોજાયો. 

તારીખ :૦૧-૧૦-૨૦૨૩નાં દિને ખેરગામ  ખાતે 'સ્વચ્છતા કાર્યાંજલિ' કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ૨જી ઑક્ટોબર ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ભારતભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાતા હોય છે. આ વર્ષે ૧ લી ઓક્ટોબરે ૧૦ થી ૧૧નાં સમય ગાળા દરમ્યાન ૧ ક્લાક શ્રમદાન કરવાનો હોય જેમાં ખેરગામના વલસાડ રાજ્ય ધોરીમાર્ગની  રસ્તાના બંને બાજુઓની સાફસફાઈ કરવામાં આવી હતી.જેમાં ખેરગામના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ઉપસરપંચશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, ખેરગામ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને તાલુકાનાં કર્મચારી વર્ગ, મનરેગાનાં સફાઈ કામદારો ઉપસ્થિત રહી સૌએ આ સફાઈ અભિયાનને સહર્ષ સ્વીકાર કરી સફળ બનાવ્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top