તારીખ:૨૮-૦૫-૨૦૨૩નાં દિને ધરમપુરનાં આંગણે ' દિવા નું ઘર ' રેસ્ટોરન્ટનો થયેલો શુભારંભ.

SB KHERGAM
0

  તારીખ:૨૮-૦૫-૨૦૨૩નાં દિને ધરમપુરનાં આંગણે ' દિવા નું ઘર ' રેસ્ટોરન્ટનો થયેલો શુભારંભ. 



છાંયડો હોસ્પિટલ ખેરગામના ઓનર ડૉ.નિરવ પટેલ અને કલ્પવંત રેસ્ટોરન્ટનાં માલિક પ્રો. નીરલ પટેલ તથા મયુર પટેલના સયુંકત સાહસથી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ' દિવા નું ઘર ' રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. 'દિવા નું ઘર' રેસ્ટોરન્ટ નામ ડૉ.નિરવ પટેલની દીકરી 'નિદિવા' અને દીકરા 'નીદિવ'ના નામ પરથી પાડવામાં આવ્યું છે. 


આ કાર્યક્રમમાં પરમાર હોસ્પિટલ જે હાલ છાંયડો હોસ્પિટલનાં મકાનમાલિક ડૉ.પરમાર સાહેબ તથા તેમના ધર્મપત્ની હસ્તે રેસ્ટોરન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સમગ્ર આદિવાસી પ્રમુખ શ્રી ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા, આદિવાસી નેતા નેતા કમલેશ પટેલ, કલ્પેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, પરમાર સાહેબ, તેમજ  નામાંકિત આગેવાનો હાજર રહ્યાં હતાં. 


આ રેસ્ટોરન્ટ પ્યોર વેજિટેરિયન છે. જેમાં ઘર જેવું સ્વાદિષ્ટ જમવાનું મળશે તેમજ ફાસ્ટફૂડના શોખીનો માટે પણ તેમની મનભાવન ચીજો મળશે. તમામ સુવિધાઓથી સજ્જ. સુઘડતા અને સર્વિસને પ્રથમ પ્રાધાન્ય. કલ્પવંત રેસ્ટોરન્ટનો લાજવાબ સ્વાદ અહીં  પણ ખાવાના શોખીનોને જરૂર મળશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતાં. હાજર રહેલા સૌ આમંત્રિત મહેમાનોએ 'દિવા નું ઘર ' રેસ્ટોરન્ટનાં માલિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.






Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top