Narmda| Rajpipla: જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્થાનિક બહેનો સાથે બેઠક, રેલી અને મુલાકાત લઇ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઇ

SB KHERGAM
0

   ‘નારી વંદન સપ્તાહ’ નર્મદા જિલ્લો

Narmda| Rajpipla: જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્થાનિક બહેનો સાથે બેઠક, રેલી અને મુલાકાત લઇ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઇ

પ્રોગ્રામ ઓફિસર અને મહિલ અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકર બહેનોએ ‘નારી વંદન સપ્તાહ’ ની રેલી યોજી

રાજપીપલા, શુક્રવાર:- મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં દર વર્ષે તા. ૦૮ ઑગસ્ટ સુધી ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે નર્મદા જિલ્લામા શાળા, કોલેજો સહિત આંગણવાડીમા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘નારી વંદન સપ્તાહ’ ના બીજા દિવસે બેટી બચાવો- બેટી પઢાવો થીમ સાથે ઉજવણી કરવામા આવી હતી. 

‘નારી વંદન સપ્તાહ’ ની સાથે નર્મદા જિલ્લાની અનેક આંગણવાડીઓમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી પણ કરવામા આવી રહી છે. જેમાં માતાઓ સાથે બેઠકો યોજીને બાળકના જન્મ પછી લેવાની થતી કાળજી અંગે માહિતી આપવામા આવે છે. જેમાં બાળકને ૬ માસ સુધી ફક્ત સ્તનપાન આપવા જોઇએ અને માતાના પોષ્ટિક આહાર લેવાથી બાળકને થતા ફાયદાઓ અંગે સમજણ આપી હતી. 

પ્રોગ્રામ ઓફિસર અને મહિલ અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અનેક આંગણવાડીઓમા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘નારી વંદન સપ્તાહ’ ના બીજા દિવસે બેટી બચાવો- બેટી પઢાવો થીમ સાથે રેલીઓ યોજાઇ હતી. 

જ્યારે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી નિમિતે તિલકવાડા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન માતા અને બાળકના પરિવારજનોને સ્તનપાનનું મહત્વ સમજાવી બાળક ૬ માસનું થાય ત્યાં સુધી ફકત ને ફક્ત સ્તનપાન કરાવવા અંગે સમજણ પુરૂ પાડવામા આવ્યુ હતું. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top