૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
-------
સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે દબ દબાભેર ઉજવણી} દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ } આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાનોથી નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં પ્રબળ બની છે }
ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થયું છે :- મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
-----------
૭૮માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી બારડોલી તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરતા જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ સંવિધાન અને ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. આપણે સૌ દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ એમ રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. બારડોલી તાલુકાના આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ઇસરોલી ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા મંત્રીએ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દેનારા શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી સૌપ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.દેશમાં થઇ રહેલા વિકાસની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબ, વંચિત અને શોષિતોના પડખે ઊભી છે એમ કહી તેમણે આવાસવિહોણા જરૂરિયાતમંદ ત્રણ કરોડ લોકોને પાકા મકાનો આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું ઉમેરી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા પાચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યસ્થા બની છે જે નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે એમ કહી તેમણે છેલ્લા દસ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે એમ કહ્યું હતું. દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના બળવત્તર બને એ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડેલા આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાન થકી દેશના જન જનમાં નેશન ફર્સ્ટની ભાવના પ્રબળ બની છે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તમામ સમાજના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવી રહેલા પગલાઓ અંગે વિગતે છણાવટ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જે અંતર્ગત ગરીબ, વંચિત અને શોશિતોની આર્થીક અને સામાજીક સ્થિતિ મજબૂત બને એ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે એમ કહી તેમણે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ. એક લાખ કરોડની આદિવાસી કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવી છે એમ ઉમેર્યું હતું. તેમણે યુવા વિકાસ અંગે વાત કરતા યુવા કૌશલ વિકાસ યોજના અને સ્ટાર્ટ અપ યોજના અંગે વાત કરી આજે દેશના યુવાનો રોજગાર આજે નોકરીદાતા બન્યા છે એમ કહી તેમણે મહિલા સશક્તિકરણ માટે સરકાર હરહંમેશ ચિંતા કરી રહી છે એમ કહી મિશન મંગલમ યોજનાથી બહેનો આજે આર્થિક રીતે પગભર બની છે એમ કહ્યું હતું. તેમણે નારી વંદન અધિનિયમ થકી રાજયની વિધાનસભા એન્ડ દેશની સંસદમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે એમ કહ્યું હતું. ગુજરાતની ઔધોગિક વિકાસ માટેની ઇકો સિસ્ટમ સુદ્રઢ બનતા રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એમ કહી તેમણે ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ સ્થાપિત થયું છે એમ કહી ગુજરાતમાં આ ક્ષેત્રમાં રૂ. એક લાખ કરોડથી વધુનું રોકાણ થયું છે એમ જણાવ્યું હતું.
૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ------- સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ...
Posted by Information Surat GoG on Thursday, August 15, 2024