Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

 Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

તારીખ : 28-06-2024નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પહાડ ફળિયા અને વેણ ફળિયા પ્રાથમિક શાળાનો સયુંકત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.


જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજેન્દ્ર પટેલ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી તથા શ્રી એ.એમ. પટેલ, ઈનચાર્જ સહાયક  પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નવસારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બાલવાટિકાનાં 9 બાળકો અને ધોરણ -1 નાં  2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 
આ પ્રસંગે બાલવાટિકાનાં બાળકોને વેણ ફળિયાનાં દાતાશ્રી વેસ્તીબેન બાલુભાઈ પટેલ તરફથી સ્વ. બાલુભાઈનાં સ્મરણાર્થે  તમામ બાળકોને છત્રી આપવામાં આવી હતી. જ્યારે ભૈરવી ગામના મયુરીબેન ગણેશભાઈ પટેલ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતાશ્રીઓ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લાયઝન અઘિકારી ટીનાબેન પટેલ (સી.આર.સી. પાટી), વૈશાલીબેન સોલંકી( સી.આર.સી. પાણીખડક),ગામનાં આગેવાન ચંદુભાઈ પટેલ, ગ્રામ પંચાયતનાં સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતનાં પૂર્વ સભ્યશ્રી નિતેશભાઈ પટેલ, રંજનબેન પટેલ, એસ.એમ.સી.નાં અધ્યક્ષ સહિત એસ.એમ.સી.નાં સભ્યો, શાળા પરિવારમાં શાળાનાં આચાર્યશ્રી બબીતાબેન, ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઇ પટેલ, ઉપશિક્ષિકા નિલમબેન પટેલ, વેણ ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સંગીતભાઇ પટેલ, આંગણવાડીનાં  કર્મચારીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top