ગોલ્ડન ફીટ ગર્લ' શીતલ દેવીની કથા દરેક માટે પ્રેરણાદાયી.

SB KHERGAM
0

 


તમે બધાએ એકલવ્યની વાર્તા તો (તસાંભળી જ હશે. એવું કહેવાય છે કે ગુરુ દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં એકલવ્ય પાસેથી અંગૂઠો માંગ્યો હતો જેથી તેમના સૌથી પ્રિય શિષ્ય અર્જુનને વિશ્વમાં શ્રેષ્ઠ બની રહે અને એકલવ્ય તેને પડકારી ન શકે. તેના અંગૂઠાના વિચ્છેદનને કારણે, એકલવ્ય ધનુષ્ય ચલાવવા માટે સક્ષમ રહ્યો ન હતો. 

પરંતુ આજે અમે તમને એક એવી છોકરીની કથા જણાવવા જઈ રહ્યા છીએ, જેને માત્ર અંગૂઠો નહીં પણ બંને હાથ પણ ન હોવા છતાં તે અર્જુનની જેમ માછલીની આંખ પર સચોટ નિશાનો લગાવે છે.


આ કથા શીતલ દેવીની છે. શીતલની પણ ઘણી ઈચ્છાઓ હતી. તે તેના મિત્રોની જેમ પોશાક પહેરવા માગતી હતી. રમવા અને કૂદવા માગતી હતો. અભ્યાસ પૂરો કરીને તે મોટી ઓફિસર બનવા માંગતી હતી, પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું. તેનો જન્મ એક દુર્લભ વિકાર સાથે થયો હતો જેમાં અંગોનો સંપૂર્ણ વિકાસ થતો નથી. 

આ વિકાર માતાના ગર્ભમાં જ તેના બંને હાથ ગળી ગયો. બેંગ્લોરમાં કૃત્રિમ હાથ સ્થાપિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. જ્યારે તેને બીજો કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે તેણે તેના પગનો તેની તાકાત તરીકે ઉપયોગ કર્યો. અને હવે દુનિયા તેને ‘ગોલ્ડન ફીટ ગર્લ' શીતલ દેવી તરીકે ઓળખે છે.

ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન પેરા ગેમ્સમાં એક જ સિઝનમાં બે ગોલ્ડ મેડલ જીતીને શીતલે ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા વિકલાંગ ખેલાડી છે. શીતલે સિંગલ કમ્પાઉન્ડ અને મિક્ષ કમ્પાઉન્ડ ઈવેન્ટ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

 તેણે મહિલા ડબલ્સમાં સિલ્વર પણ જીત્યો હતો. આજે ભલે તે હાથ પર મહેંદી લગાવી શકતી નથી કે બંગડીઓ પહેરી શકતી નથી, પરંતુ તેના ગળામાં લાગેલા ગોલ્ડ અને સિલ્વર મેડલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. તે ઘણા ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બની છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના ગામ લોઈ ધારની રહેવાસી 16 વર્ષની શીતલની કથા હિંમત અને સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી છે. પિતા ખેડૂત છે અને માતા બકરા ચરાવે છે. ભારતીય સૈન્યએ તેને બાળપણમાં જ દત્તક લીધી હતી. 14 વર્ષની ઉંમર સુધી શીતલને તીરંદાજીની ABC પણ આવડતી ન હતી. પરંતુ 2021 તેના જીવનમાં એક મોટો બદલાવલઈને આવ્યું. તે વર્ષે શીતલે આર્મી ઈવેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

અહીં એક NGO નજર તેના પર પડી. તેત્રે શીતલનું જીવન સુધારવાની જવાબદારી ઉપાડી લીધી. શરૂઆતમાં કૃત્રિમ હાથ મેળવવાની યોજના હતી, પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યું નહીં. આ પછી કેટલાક વધુ ટેસ્ટ કરવામાં આવ્યા અને જાણવા મળ્યું કે શીતલના પગ ખૂબ જ મજબૂત હતા. જેને પગલે NGOએ તેને પગથી તીરંદાજી કરવાની સલાહ આપી. 

અહીંથી જ શીતલનું જીવન બદલાઈ ગયું. તે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તીરંદાજી એકેડમી, કટરાના કોચ કુલદીપ વેદવાનના સંપર્કમાં આવી હતી. તેની પ્રતિભા જોઈને કુલદીપે ઘણું સંશોધન કર્યું અને તેના માટે એક ખાસ પેનુષ તૈયાર કરાવ્યું, જે હાથથી નહીં પણ પગથી ચલાવવામાં આવી શકે.


27.50 કિલોના ધનુષને પગથી પકડીને સ્થિર રાખવું અને મોંથી તીર મારવું સરળ નહોતું, તેને તીર કેવી રીતે મારવું તે કહેવું પણ મુશ્કેલ હતું. કુલદીપે પણ આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો. તેરી શીતલને બાપ વારના વિશ્વના પ્રથમ તીરંદાજ અમેરિકાના મેટ સ્ટેટ્સમેનનો વીડિયો બતાવ્યો. 

આનાથી ઘણી મદદ મળી, શીતલ પ્રેક્ટિસ માટે વહેલી સવારે એકેડમી પહોંચી જતી. પછી તે અહીંથી શાળાએ જતી અને રજા મળતાં જ તે સાંજ સુધી એકેડમીમાં પ્રેક્ટિસ કરતી, રજાના દિવસે તે પોતાનો બધો સમય એકેડેમીમાં વિતાવતી, પરિણામે, શીતલે તેની મહેનત અને સમર્પણના આધારે છ મહિનામાં જ તેમાં માસ્ટરી મેળવી લીપી.


નવેમ્બર 2022માં, તેણે પ્રથમ વખત જુનિયર નેશનલ ગેમ્સમાં ભાગ લીધો અને તે પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ વર્ષે જુલાઇમાં ચેક રિપબ્લિકના પિલ્સેન ખાતે આયોજિત વર્લ્ડ પેરા તીરંદાજીની ફાઇનલમાં પહોંચનારી તે વિશ્વની પ્રથમ આર્મલેસ મહિલા તીરંદાજ બની હતી. શીતલની નજર હવે પેરા ઓલિમ્પિક ગેમ્સ પર છે. શીતલ 2024માં પેરિસમાં યોજાનારી આ ગેમ્સ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. 

કુલદીપની પત્ની અભિલાષા, જે આ દિવસોમાં તેને પેરા એશિયન ગેમ્સમાં કોચિંગ આપી રહી છે. તે કહે છે કે શીતલની સફર હમણાં જ શરૂ થઈ છે. કોણ જાણે હજુ કેટલા મેડલ તેના ગળામાં શોભશે. તેણે કહ્યું હતું કે આ મેડલનો મતલબ અલગ જ છે અને બંગડીઓ કરતાં હવે તે વધુ સારા લાગે છે. મને આશા છે કે આ અન્ય ઘણા વિવિધ રીતે-વિકલાંગ એથ્લેટ્સને રમતમાં ભાગ લેવા અને દેશ માટે મેડલ જીતવા માટે પ્રેરણા આપશે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ આર્મલેસ મહિલા આર્મલેસ તીરંદાજ એવી શીતલ ફોકોમેલિયા નામની સ્થિતિ સાથે જન્મી હતી. શીતલે બીઇંગ યુ નામક એનજીઓની સહ સ્થાક પ્રીતિ રાયને મળી.તે પછી જમ્મુના કટરા સ્થિત પેરા તીરંદાજી કોચ કુલદીપ વેદવાન સાથે સંપર્કમાં આવી અને તે પછી ત્યારબાદ શીતલની સફર શ્રી માતા વૈષ્ણોદેવી એકેડમીમાં પતિ-પત્નીની જોડી કુલદીપ અને અભિલાષા ચૌધરીના નેતૃત્વમાં શરૂ થઈ. શીતલ એવું કહે છે કે કુલદીપ સર, અભિલાષા મેમ અને પ્રીતિ મેમના કારણે જ હું અહીં છું.

એશિયન પેરા ગેમ્સમાં વગર હાથે તિરંદાજીમાં બે ગોલ્ડ જીતનારી ભારતની પહેલી મહિલા તિરંદાજ શીતલ દેવી એકલવ્યને પણ ભુલાવી દે તેવી છે. દુર્લભ વિકાર સાથે જન્મેલી શીતલના હાથ જ વિકસ્યા નહોતા અને કુત્રીમ હાથ પણ તેના પર ફિટ થઇ શક્યા ન હોતા ત્યારે મક્કમ મનોબળ સાથે શીતલે પોતાના પગની તાકાતને એવી કામે લગાડી કે જેના કારણે તે એશિયન પેરા ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા બની.

સ્રોત : ગુજરાત ગાર્ડિયન 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top