ચકલીઓનું અસ્તિત્વ બચાવવા શેતૂરના ઝાડ વાવો.

SB KHERGAM
0

 MSUના ઝૂલોજી વિભાગના રિસર્ચ સ્કોલરનું ઘર ચકલી પર રસપ્રદ ઓબ્ઝર્વેશન.

ચકલીઓનું અસ્તિત્વ બચાવવા શેતૂરના ઝાડ વાવો.

સામૂહિક એકત્રિકરણ માટે ચકલી શેતૂરનું ઝાડ પસંદ કરે છે, જેથી શહેરમાં શેતૂરના વૃક્ષોનું સંરક્ષણ આવશ્યક.

MSUની સાયન્સ ફેકલ્ટીના ઝૂલોજી વિભાગના પી. એચ.ડી રીસર્ચ સ્કોલર અલી અસગર વોરા છેલ્લાં ૧૦ વર્ષથી શહેરમાં ચકલીઓને બચાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. ઘર ચકલી અંગે સઘન સંશોધન અને અભ્યાસ બાદ તેના રૂસ્ટિંગ બિહેવિયર વિશે તેમના ખૂબ જ રસપ્રદ તારણો રહ્યાં છે.

જે વિશે તેમણે કહ્યું હતું કે, મેં અમારા વિભાગના પ્રોફેસર અલી અસગર વોરા રણજિતસિંહ દેવકરના માર્ગદર્શન હેઠળ માસ્ટર્સમાં ચકલીઓને ક્યાં પ્રકારના માળા વધુ માફક આવે છે, તેના પર ડેઝર્ટેશન બનાવ્યું હતું. ચકલીઓ સવાર-સાંજ રૂસ્ટિંગ બિહેવિયર એટલે કે સામૂહિક રીતે એકત્રિત થવા માટે શેતૂરનું ઝાડ વધુ પસંદ કરે છે. 

તાજેતરમાં જ મેં પાણીગેટના ખાટકીવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં ૨૦૧૭માં એક ઘેઘૂર શેતુરનું ઝાડ હતું. પરંતુ હાલ તે ઝાડ હયાત નથી. તે સમયે ત્યાં ૯૦થી ૧૧૦ ચકલીઓ જોવાં મળતી હતી. જ્યારે હાલ તેની સંખ્યા ઘટીને ૩૫ જેટલી થઈ ગઈ છે. કારણ કે, હવે તેમની પાસે એકત્રિત થવાનું સ્થળ રહ્યું નથી. 

ચકલીઓનું અસ્તિત્વ બચાવા તેને માફક આવતાં વૃક્ષોનું સંરક્ષણ કરવું ખૂબ જરુરી છે. ચોમાસામાં જો કોર્પોરેશન દ્વારા વીજતારો કે અન્ય કારણોસર વૃક્ષોનું ટ્રીમીંગ પણ કરાય તો તે પ્રોપર રીતે થવું જોઈએ. તે સિવાય જંગલખાતાના ફોરેસ્ટ્રી વિભાગે સીટી વિસ્તારના ચકલીઓને માફક આવતાં સ્થળો શોધી ત્યાં નવાં શેતૂરના વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ.

ચકલીઓ શેતૂર કે ગાંડો બાવળ કેમ પસંદ કરે છે ?

ચકલીઓ સામૂહિક રીતે એકત્રિત થવા ગીચ વૃક્ષો પસંદ કરે છે. ગાંડો બાવળ ગીચ અને તેમાં કાંટા હોવાથી ચકલી શિકારી પક્ષી કે પ્રાણીની નજરથી સરળતાથી બચી શકે છે. જયારે ચૈત્ર તેને દરેક રીતે માફક આવે છે, કારણ કે, ક્ષેત્રનું ઝાડ ગીચ હોવાની સાથે તેના પર અનેક નાના-મોટા જીવડા હોય છે.

ચકલીને માફક આવેલું વૃક્ષ દાયકાઓ સુધી છોડતી નથી !

પ્રો.ડો.રણજીતસિંહ દેવકરે કહ્યું હતું કે, ચકલીઓના સંરક્ષણ માટે તેના માળા સાથે તેનું સામૂહિક વિશ્રામ કરવાના સ્થળો બચાવવા ખૂબ જરુરી છે. ઘર ચકલી એવું પક્ષી છે, જે અનુકુલન સાધવાની બાબતમાં ખૂબ જ નબળી છે, જે તેને એકવાર કોઈ ઝાડ કે સ્થળ માફક આવી જાય તો તે દાયકાઓ સુધી જે-તે સ્થળ છોડતી નથી. જુના વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ચકલીઓ સારી એવી સંખ્યામાં જોવા મળે છે. તે સિવાય પણ શહેરમાં શેતુ, લીંબુ જામફળ, દાડમ, બોગનવેલના વૃક્ષો છે. તેને કાપવા જોઈએ નહીં.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top