વિશ્વમાં સૌથી નાની વયની સી.એ. યુવતી

SB KHERGAM
0

 


 Image credit: shethepeople.tv

મધ્યપ્રદેશનો મુરૈન જિલ્લો ડાકુઓના ઈલાકા તરીકે ઓળખાતો ડાકુઓની ડકૈતીનો ઇતિહાસ તેનો જાણીતો આખા દેશભરમાં. તાજેતરમાં જ ૧૯ વર્ષની એક છોકરીએ મધ્યપ્રદેશના આ મુરેન જિલ્લાનો ડાકુઓનો ઈતિહાસ બદલીને, એક આધુનીકા ના શૈક્ષણિક ઈતિહાસ વડે, ગીનીઝબુક ઓફ વર્લ્ડમાં નામ લખાવી ઈતિહાસ બદલી નાખ્યો.

આ આધુનીકા એટલે મુરૈન જિલ્લાની નંદીની અગ્રવાલ. ૧૯ વર્ષ અને ૩૩૦ દિવસની નાની વયે સી.એ. (ચાર્ટર્ડએએકાઉન્ટન્ટ)ની પરીક્ષામાં પ્રથમ આવી ભારત તેમજ વિશ્વમાં ઈતિહાસ સર્જ્યો અને વિશ્વની સૌ પ્રથમ નાની વયની સીએ ઉતિર્ણ યુવતી બની. અને મુરેન જિલ્લાને વિશ્વકક્ષાએ પ્રસિદ્ધ બનાવી દીધો.

સામાન્ય પરિવારમાં તેનો જન્મ થયો હતો. તે કાનમેન્ટ શાળામાં અભ્યાસ કરતી હતી. એમની શાળામાં ગીનીઝબુક ઓફ વર્લ્ડમાંથી વક્તવ્ય આપનાર આવ્યા હતા. વિદ્યાર્થીનીઓને તે લોકોએ ગીનીઝબુકનો વિશ્વ રેકોર્ડ શું છે અને તેમાં વિશ્વની વ્યક્તિનું નામ કઈ રીતે લખાય તે સમજાવ્યું.

અને નંદિનીના દ્રઢમનોબળે ધ્યેય નક્કી કર્યું કે, ‘હું કોઈપણ રીતે ગીનીઝબુક ઓફ વર્લ્ડમાં નામ લખાવીશ.' અને તેના આ દ્રઢમનોબળે અને સખત મહેનતે આ તેનું ધ્યેય સિદ્ધ કરી બતાવ્યું.

     Image credit: newstrend (family photo)

નંદીની નાનપણથી ભણવામાં હોશિયાર હતી. દરેક વર્ષમાં પોતાના વર્ગ અને ધોરણમાં પ્રથમ આવતી. નાનપણથી જ તેનો મનસૂબો હતો કે જે ભણીશ તેમાં પ્રથમ રહીશ. ધોરણ બારમાંમાં પણ નંદીની ખૂબ મહેનત કરી, ૯૪.૫ % લાવી મોરેના જિલ્લામાં પ્રથમ રહી.

નિંદીની અગ્રવાલે આ પછી સીએનું ભણવાનું નક્કી કર્યું, સીએની તેની તૈયારી વિષે જ્યારે જાણીએ ત્યારે આપણને અને આજની યુવાન પેઢીને ખ્યાલ આવે કે જીવન પરિભાષાનું તે શ્રેષ્ઠ ઊદાહરણ છે. નંદીની અગ્રવાલે સી.એ.ની પરીક્ષા માટે ઘણો ત્યાગ પણ કર્યો હતો અને ઘણી મુશ્કેલી પણ વેઠી હતી.

સી.એ.ની તૈયારી કરતાં નંદિનીને ૩ વર્ષ લાગ્યા. આ ત્રણ વર્ષોમાં સૌ પ્રથમ તો નંદીનીએ સી.એની પરીક્ષાની તૈયારી માટે કોઈ ટ્યુશન લીધું ન હતું કે કોઈ ક્લાસીસ ભર્યા ન હતા. ઓનલાઈન વાંચીને તૈયારી કરી હતી. ખાસ તો આજની યુવા પેઢીને એ જાણવાની જરૂર છે કે નંદીની ફક્ત સી.એના ભણવા પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. સી.એની પરીક્ષાની તૈયારી એટલે નંદીની માટે અર્જુનની જેમ મત્સવેધ સમાન શિક્ષણવેધ હતો. આ માટે નંદીની લગભગ ૩ વર્ષ સુધી પોતાના રૂમમાં જ કેદ રહી. સી.એ.નું શિક્ષણ તેને મન સર્વસ્વ હતું. 

    Image credit: your's Instragram 

તેણીએનો મોબાઈલનો, વોટ્સઅપનો, ઈન્ટરનેટ વગેરેને સંપૂર્ણ ત્યજી દીધા હતા. નંદીની ફક્ત અભ્યાસ માટે જ ઈન્ટરનેટ ને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી. આ ઉપરાંત નો સોશીયલ, નો ફ્રેન્ડસ કોઈ કાર્યક્રમ કે મેળાવડામાં નહિ જવાનું તેણીએ સ્વીકાર્યું હતું તે તેને અનુસરતી સાદા ઘરેલુ વસ્ત્રોમાં સજ્જ રહેતી. કોઈ ફેશન નહિ, કે એ તરફ આર્કષાય. ઉપરાંત સીનેમા, નાટકો, રેસ્ટોરન્ટ, તહેવારની ઊજવણી વગેરે થી પણ દૂર રહેતી. સંપૂર્ણ સી.એ.ના ભણતરને સર્મપીત અને પુસ્તકો વચ્ચે કેદ રહી આમ તેની સામાજીક અને યુવાનીને સંપૂર્ણ દૂર રહીને ભણવા પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું.

આટલી બધી મહેનત છતાં તેને મોક ટેસ્ટમાં ઘણી મુશ્કેલી હતી. નંદીતાએ મહેનત ઘણી કરી પરંતુ તેને મોક ટેસ્ટમાં ઓછા માર્કસ આવ્યા. આથી તેણીએ થોડી તૈયારી કરી, ફરી બીજીવાર આપી તો તેમાં પણ ઓછા માર્કસ જ આવ્યા. આથી તે નીરાશ થઈ ગઈ અણે નક્કી કર્યું કે, તે સી.એની પરીક્ષા નહીં આપે. પરંતુ તેના ભાઈએ તેને હિમ્મત આપી. અને પ્રોતસાહિત કરતા, ફરી

નંદીતાએ પોતાનું મનોબળ દ્રઢ કર્યું અને ડબલ જોશથી મહેનત શરૂ કરી અને નક્કી કર્યું કે, તે પોતાનું સ્વપ્ર ‘ગીનીઝ બુકમાં રેકોર્ડ નોંધાવવાનું પૂરું કરીને જંપશે.

હવે બીજી મુશ્કેલી આવી, એપરન્ટશીપમાં. જ્યારે નંદીતાને એપરન્ટશીપ કરવાની હતી ત્યારે તેની ઉંમર ૧૭ વર્ષની જ હતી. આટલી નાની વયે તેને કોઈ સ્વીકારવા તૈયાર હતું નહિ. આટલી નાની વયે તેને કોઈ સ્વીકારવા તૈયાર હતું નહિ. એપરન્ટશીપ માટે દરેક કંપની એવી દલીલ કરતી કે, આ માટે ઓછામાં ઓછા ૧૯ થી ૨૦ વર્ષ જોઈએ, જ્યારે ૧૭ વર્ષની ઊમર ખૂબ નાની કહેવાય આ મુશ્કેલી સામે પણ દલીલ કરીને, ખૂબ રખડ્યા પછી તેણે મહેનતથી એક કંપનીમાં એપરન્ટશીપ મેળવી અને તે પૂરી કરી અને સી.એની પરીક્ષા ૧૯ વર્ષે આપી અને વિશ્વ ગીનીઝ બુકનો રેકોર્ડ તોડ્યો.

ખાસ નંદીની અગ્રવાલ ૧૯ વર્ષની નાની યુવાવયે જે ગીનીઝ બુકમાં નામ લખાવી વિશ્વ રેકોર્ડ તોડ્યો અને તેની પાછળ નાનપણથી સ્વપ્ર પૂરું કરવાનું દ્રઢ મનોબળ, હિમ્મત અને સખત મહેનત અને યુવાનીના આર્કષણનો સાગ સફળતાના પરિબળો બન્યા. આ યુવાપેઢી માટેનો ખાસ સંદેશ છે.

સી.એની પરીક્ષાની તૈયારી એટલે નંદીની માટે અર્જુનની જેમ મત્સવેધ સમાન શિક્ષણવેધ હતો.


સ્રોત:  ગુજરાત સમાચાર, (કોલમ - વામાવિશ્વ, અનુરાધા દેરાસરી)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top