Image courtesy: Wikipedia
બેંગ્લોર ખાતે યોજાયેલ એથ્લેટિક દોડમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશને ગૌરવ અપાવ્યું.
તાજેતરમાં ભારત દેશના કર્ણાટક લીધો હતો. જેમાં પાંચ હજાર ઓપન રાજ્યના બેંગ્લોર ખાતે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૩નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ જીતી ડાંગ જિલ્લા સહીત રાજ્યનું નામ રોશન કર્યું છે. જેને પગલે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બેંગ્લોર ખાતે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમા ૧૩ ઓક્ટોબરના રોજ ચેમ્પિયનશિપમા ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે પાંચ હજાર મીટર દોડમા પ્રથમ ક્રમાંકે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અહીં દેશભરમાંથી કેટલાય સ્પર્ધકોએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં મુરલી ગાવિતે પાંચ હજાર મીટર ઓપન એથ્લેટિક્માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત ૨૦૨૨મા ઓપન એથ્લેટિક્માં ૧૦ હજાર મીટર દોડમા પણ ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખીતા મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત મેળવ્યો હતો. ગુજરાતના ખેલ મહાકુંભથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત છેલ્લા કેટલાય વર્ષોથી, રાજ્ય સહિત દેશ-વિદેશની ધરતી ઉપર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. મુરલી ગાવિતનું સ્વપ્ન ઓલમ્પિક રમતોમાં ભાગ લઈ દેશને ગોલ્ડ અપાવવાનો છે. મુરલી ગાવિત હમેંશા આગળ વધી ગામ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે સૌ ડાંગવાસીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
ખેલ મહાકુંભથી કારકિર્દીની શરૂઆત કરનાર મુરલી ગાવિતે દેશ- વિદેશમાં અનેક સ્પર્ધામાં મેડલ હાંસલ કરી ગુજરાત સહિત દેશ અને ડાંગનું નામ રોશન કર્યું