લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના ઉપક્રમે ૨જી ઓકટોબરે પદયાત્રા યોજાઈ.

SB KHERGAM
0

   


લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના  ઉપક્રમે ૨જી ઓકટોબરે પદયાત્રા યોજાઈ.

લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના  ઉપક્રમે ૨જી ઓકટોબર ગાંધી જયંતિના ભાગરૂપે છેલ્લા ૪ વર્ષ થી અલગ અલગ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સત્યતા, પ્રકૃતિ, પર્યાવરણ અને આરોગ્ય સહિતના વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે.

જેમાં આ વર્ષે આવધા થી પિપરોળ વરસાદી દેવના ડુંગર સુધી પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા કુદરતી જોવાલાયક સ્થળો પર પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતો પ્લાસ્ટિકનો કચરો વણીને સાફસફાઇ કરી તેમજ પિપરોળ વરસાદી દેવના ડુંગર પર ૨૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

આ યાત્રામાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નિલમભાઈ પટેલ, સંસ્થાના કાર્યકર્તાઓ, ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી સમાજસેવક કમલેશભાઈ પટેલ,  તેમજ શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર, NSS વિભાગનાં વિદ્યાર્થીઓ સહિત ધરમપુર તાલુકાના યુવાનો યાત્રામાં જોડાયા હતા.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top