ખેરગામ
નવસારી, ખેરગામ તાલુકાની ખેરગામ ગામ સ્થિત શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શાળાના આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. જેમા શાળાના ધોરણ 6 અને 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષક બની ધોરણ 1 થી 8 મા શિક્ષણ કાર્ય કર્યું હતું. સૌ પ્રથમ પ્રાર્થના સંચાલન બાદ દરેક વિદ્યાર્થી મિત્રોએ સુંદર શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. શિક્ષણ કાર્ય બાદ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ જેમા શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળામાં તૈયાર કરેલ ફૂલ છોડના રોપાનું વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર સ્ટાફ મિત્રોએ સંપૂર્ણ સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.