આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ;

SB KHERGAM
0

 વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ;


ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ  પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ ;

*ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી  પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને પસાર નહિ થવાની તાકીદ ;

*આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ;

*આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ;

(ડાંગ માહિતી બ્યુરો): આહવા; તા: ૨૬; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર નહિ થવાની તાકીદ કરી છે. 


ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપતા કલેકટર શ્રી પટેલે, આવતી કાલ એટલે કે મંગળવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી, વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ અંગેની જાણકારી પહોંચાડવાની સુચના આપી હતી. દરમિયાન જિલ્લાના વિવિધ માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થવાના કે ભૂસ્ખલન થવાના બનાવો, પાણી ભરવાના અને વીજ પડવાના કે કોઈ પણ પ્રકારના આકસ્મિક બનાવોમાં તાત્કાલિક જિલ્લાના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવા પણ અપીલ કરી છે. 



દરમિયાન આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે બપોરે ૩ વાગ્યાના સુમારે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૨૧ માર્ગો વરસાદી પાણી ભરાવાના કારણે અવરોધાય છે. જેનો ઉપયોગ ન કરતા અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની તાકીદ ફરમાવી છે. 

જિલ્લા વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઇ જનજીવન ફરી સામાન્ય થાય તે માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગે કાકશાળા-નિશાણા માર્ગ સહીત ધવલીદોડ-ઘુબીટા, અને બરડીપાડા-મહાલ માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો ઘોઘલી અને તેના ઘાટ માર્ગમાં વરસાદને કરને રોડ ઉપર નમી પડેલા અને નડતરરૂપ ઝાડોના કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ઉપર ધસી આવેલા માટી અને પત્થરોના મલબાને હટાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે વીજ વિભાગ દ્વારા વીજતારો ઉપર પડેલા વૃક્ષોને કારણે ખોરવાયેલી વીજ વ્યવસ્થાને પુનઃ શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે પણ વિવિધ વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી. 


ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં ઉદ્ભવતી કોઈ પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા એક એસ.ડી.આર.એફ.ની ટીમ જિલ્લાને ફાળવવામાં આવી છે. આ સાથે બચાવ રાહત કામગીરી માટે જિલ્લાના તમામ લાઈન ડીપાર્ટમેન્ટને જાહેર રજાઓમાં પણ કચેરીએ હાજર રહેવાની સુચના સાથે રાઉન્ડ ધ કલોક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ જણાવ્યું હતું. 





ડાંગ જિલ્લામાં રેડ એલર્ટને પગલે કલેક્ટરશ્રીની જિલ્લાવાસીઓને સાવધાન અને સાવચેત રહેવા અપીલ ડાંગ જિલ્લામાં આપત્તિ...

Posted by Info Dang GoG on Monday, August 26, 2024

Post courtesy: info Dang gog


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top