નવસારી જિલ્લા રેડ એલર્ટને પગલે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરાયો

SB KHERGAM
0

નવસારી જિલ્લા રેડ એલર્ટને પગલે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરાયો



નવસારી,તા.૨૬: આજરોજ ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ એ બપોરે ૦૨ વાગ્યા બાદ પૂર્ણા નદીની સપાટીમાં વધારો થઈને ૨૮ ફૂટ અને તેનાથી પણ વધારે થનાર છે.

આથી શાંતાદેવી, તસકંદ નગર, રૂસ્તમવાડી, બંદર રોડ, રામલામોરા, જલાલપોર, કાલીયાવાડી, કાછીયાવાડી, મિથિલાનગરી તથા બીજા નીચાણવાળા વિસ્તારના રહીશોને નવસારી જિલ્લા તંત્ર દ્વારા પાણી ભરાવવાનું શરૂ થાય તે પેહલા સુરક્ષિત જગ્યા એ સ્થળાંતરિત થઈ જવા અનુરોધ કરાયો છે.

નાગરિકો નજીકના આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થવા માટે ફ્લડ ટીમ/નગરપાલિકાના કર્મચારીનો સંપર્ક કરવો. તથા જો આપ નાગરિકો આજુ બાજુમાં અથવા બીજા-ત્રીજા માળ પર સ્થળાંતર થવાના હોવ તો આવતીકાલ બપોર સુધી ખાવાનું અને પીવાનું પાણીની પૂરતી વ્યવસ્થા કરી રાખવી જણાવાયુ છે.

આ ઉપરાંત કોઇ પણ પ્રકારની તકલીફ હોય કે પાણી ભરાવવા થી ફસાઈ ગયા હોવ તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અથવા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૧૦૦ પર તાત્કાલિક સંપર્ક કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે.

#TeamNavsari #rainfallingujarat

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top