વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળો યોજાયો.
૧લી નવેમ્બરના રોજ "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" નિમિત્તે "આયુર્વેદ ફોર વન હેલ્થ" તથા "હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ" અંતર્ગત વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતા. આયુષના પ્રચાર પ્રસાર અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે રાણી ફળિયાથી વાંસદા જલારામ હોલ સુધી ગુરુકુળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં તમામ પદાધિકારીઓ આ રેલીમાં જોડાયા હતાં.