તારીખ ૩૦/૧૦/૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકા પંચાયતના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે શ્રી મહેશ પરસોત્તમભાઈ વિરાણી સાહેબે ચાર્જ સંભાળ્યો.
વિમલ પટેલની વડોદરા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન સાથે બદલી થતાં આ ખાલી પડેલ જગ્યા પર થોડા સમય માટે જિલ્લા પંચાયત નવસારીના ચીટનીશ જીગરભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિની ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી.
હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતભરમાં કુલ ૧૬૪ તાલુકા વિકાસ અધિકારીઓના વહીવટી બદલીના હુકમો થયા હતાં. જેમાં શ્રી મહેશ પરસોત્તમભાઈ વિરાણી સાહેબની બદલી ખેરગામ ખાતે થતાં તેમણે તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો.
અગાઉ તેઓ જિલ્લા પંચાયત કચેરી વલસાડ ખાતે (જમીન- દબાણ) વિભાગમાં ચીટનીશ- કમ - તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.