તારીખ :૨૩-૧૦-૨ ૦૨૩નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે આરતીની ડીશ સજાવટની હરિફાઈ યોજવામાં આવી. જેમાં ધોરણ ૨ થી ૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ચાર ક્રમાંક આપવામાં આવ્યા જેમાં ધોરણ -૪ નો વિદ્યાર્થી જેનીશ પટેલ પ્રથમ ક્રમાંકે, ધોરણ -૫ ની દિકરી પ્રિયા દ્વિતીય ક્રમાંકે, ધોરણ -૫નો વિદ્યાર્થી ઋચિત તૃતીય ક્રમાંકે અને ધોરણ -૫ ની દીકરી ભવ્યા ચતુર્થ ક્રમાંકે આવી હતી.
વિજેતા વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ અને સ્ટીલની ડીશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામ તરીકે સ્ટીલની ડીશ આપવામાં આવી. બાળકોએ હરીફાઈની સાથે સાથે ગરબા રમવાનો આનંદ પણ ઉઠાવ્યો હતો.