આદિવાસી સમાજના સેવાભાવી દાતાશ્રી નૈશધ પટેલ માતા વિહોણાં બે કુટુંબના બાળકોને મદદ માટે આગળ આવ્યા.

SB KHERGAM
0

 


આદિવાસી સમાજના સેવાભાવી દાતાશ્રી  નૈશધ પટેલ  માતા વિહોણાં બે કુટુંબના બાળકોને મદદ માટે આગળ આવ્યા.

તા.29/10/2023 ના દિને  અગાઉ જે તા.18/10/2023 ના દિને ધરમપુર તાલુકાના ધામણી ગામની મહિલાનું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મોત થવાથી 3 નાના બાળકો માતા વિહોણાં નોંધારા  થયા હતાં. આ બાળકોનાં  દૂધ અને આહાર માટે આદિવાસી સમાજના ઉચ્ચ અધિકારી પદે  ફરજ બજાવતા શ્રી નૈશધ પટેલ દ્વારા 15,100 રૂપિયાની સહાય   પરિવારને કરવામાં આવી. 

ધરમપુર તાલુકા પંચાયતના સદસ્યશ્રી કલ્પેશ પટેલે કહ્યું હતું કે, " આપણાં આદિવાસી સમાજનાં  ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન અધિકારીઓ, પદાધિકારીઓ, માલેતુજાર વ્યક્તિઓ મદદ માટે  આગળ આવે તો આદિવાસી સમાજ કપરી પરિસ્થિતિમાંથી જલ્દી બહાર નીકળી શકશે."


સાથે અગાઉ જે તા,09/08/2023 ના દિને ધરમપુરના ફુલવાડી ગામની મહિલાનું  પણ પ્રસૂતિ દરમ્યાન અવસાન થવાથી  અનાથ બનેલી બે દીકરીઓ સ્વરા અને સાવ્યા માટે નૈશધ પટેલ દ્વારા કપડાંની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જ્યાં સમાજનાં મદદ અને સહકાર માટે હંમેશા ખડેપગે તૈયાર રહેતા ભેંસધરા ગામના ટીકુભાઈ, ફૂલવાડી ગામના કૃણાલભાઈ અને સમાજને સહકાર આપનાર નૈશેધ સાહેબનો આદિવાસી સમાજ વતી કલ્પેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top