ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલની પ્રમોશન સાથે બદલી થતાં પુષ્પવર્ષા સાથે વિદાય આપવામાં આવી.

SB KHERGAM
0

 

ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલની નાયબ ડીડીઓનાં પ્રમોશન સાથે વડોદરા ખાતે બદલી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો.

ખેરગામના તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલ પટેલ  નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે  પ્રમોશન લઈ ખેરગામથી વિદાય થયા હતા ત્યારે કર્મચારીઓએ  અધિકારી પર પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી. પુષ્પવર્ષા સાથેની વિદાય એ વિમલ પટેલની તમામ કર્મચારીઓ સાથેનો વ્યવહાર રજૂ કરે છે. એવું ત્યારે  જ શક્ય બની શકે જ્યારે એક અધિકારી તરીકે નહિ પરંતુ એક  મિત્રતા અને ભાતૃ ભાવે સંબંધ નિભાવ્યો હોય. વિમલ પટેલે તેમના ખેરગામ તાલુકાના કાર્યકાળ દરમ્યાન  કર્મચારી હોય કે આમજનતા હોય તેમના જોડે માનવતાપૂર્ણ વ્યવહારના કારણે તેમણે લોકચાહના મેળવી તેઓ વિદાય લઈ રહ્યા છે. તેમને વડોદરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીનું પ્રમોશન મળતા તેમનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. 
જેમાં તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલ સહિત તાલુકાના તમામ કર્મચારીઓ, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સભ્યો, સરપંચશ્રીઓ, તલાટી કમમંત્રીશ્રીઓ, ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ,ખેરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્યશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના હોદ્દેદારો, ગામના આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે વિમલ પટેલે  તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ સહિત ઉપસ્થિત તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top