માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ લખેલ 'ગરબા ગીત' અને 'માડી ગીત' રીલીઝ કરાયું.

SB KHERGAM
0



માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ લખેલ 'ગરબા' ગીત રીલીઝ કરાયું.

ગરબો નામનું ગીત ધ્વનિ ભાનુશાળીએ ગાયું છે, જે જસ્ટ મ્યુઝિકના બેનર હેઠળ રિલીઝ કરાયું


 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલ ગરબા ગીત દર્શાવતો એક મ્યુઝિક વીડિયો શનિવારે નવરાત્રિ ઉત્સવની શરૂઆત પહેલાં રિલીઝ કરવામાં આવ્યો હતો. 190 સેકન્ડનું આ ગીત ઘણાં વર્ષો પહેલાં વડા પ્રધાન મોદીએ લખ્યું હતું, પીએમ મોદીએ આ ગીતને સોશિયલ મીડિયા ટાઇમલાઇન ૫૨ શેર કર્યું હતું.


‘ગરબો' નામનું આ ગીત ધ્વની ભાનુશાળીએ ગાયું છે અને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. જે અભિનેતા-નિર્માતા જેકી ભગનાની દ્વારા સ્થાપિત મ્યુઝિક લેબલ જેજસ્ટ મ્યુઝિકના બેનર હેઠળ રિલીઝ કરવામાં આવ્યું હતું. કંપનીએ આ ગીતને યુટ્યુબ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે,''પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલી કાવ્યાત્મક નોંધોથી પ્રેરિત છે. 

‘ગરબો’ આપણને નવરાત્રિ દરમિયાન ગુજરાતની ગતિશીલ સંસ્કૃતિના સાક્ષી બનવા માટે આપણને પ્રેરિત કરે છે.’” વધુમાં વડા પ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, તેમણે તાજેતરમાં એક નવું ગરબા ગીત લખ્યું છે, જેને તેઓ આવતી કાલથી શરૂ થતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન શેર કરવા માંગે છે.

પીએમ મોદીએ એક્સ ૫૨ ટ્વિટ કર્યું હતું કે, ‘'તે ઘણી યાદો તાજી કરી દે છે. મેં ઘણાં વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં હું એક નવો ગરબો લખવામાં સફળ રહ્યો છું, જે હું નવરાત્રી દરમિયાન શેર કરીશ.” ભાનુશાળીના ટ્વિટના તેમના પ્રતિભાવમાં વડાપ્રધાને ભાનુશાળી, મિસ્ટર બાગચી અને જેજસ્ટ મ્યુઝિકની ટીમનો વર્ષો પહેલાં લખેલા ગરબાની સુંદર રજૂઆત માટે આભાર માન્યો હતો.



 માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો ‘માડી’ પહેલા નોરતે લૉન્ચ.

ગરબો નવરાત્રિની શરૂઆત માટે એકદમ યોગ્ય :મોદી

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પહેલા નોરતે સ્વહસ્તે લિખિત ‘ નામનો ગરબો રિલીઝ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ ગરબો તેમણે લખ્યો છે, દિવ્ય કુમારે કંઠ આપ્યો છે અને મીત બ્રધર્સે આ ગરબો કમ્પોઝ કર્યો છે. આ ગુજરાતી ગરબો નવરાત્રિ ઉત્સવની શરૂઆત કરવા માટેનું એકદમ યોગ્ય ગરબા ગીત છે. 

‘માડી’ પીએમ મોદીએ આ વર્ષે નવરાત્રી માટે લખેલો બીજો ગરબો છે. શનિવારે તેમણે જણાવ્યું હતું કે તેમણે એક ગરબો લખ્યો છે. X પર તેની લિન્ક શૅર કરતા તેમણે લખ્યું હતું કે, નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે હું છેલ્લા અઠવાડિયા દરમિયાન મારા દ્વારા લખાયેલો ગરબો શૅર કરતા ખુશી  અનુભવી રહ્યો છું. ઉત્સવના લયને સૌને ભેટવા દો. આ ગરબાને અવાજ આપવા માડી’બદલ હું દિવ્ય કુમારનો અને સંગીત આપવા બદલ મીત બ્રધર્સનો આભાર માનું છું. 

માનનીય વડાપ્રધાનશ્રી વડાપ્રધાનના જણાવ્યાનુસાર તેમણે સ્વલિખિત બીજું એક ગીત ‘ગરબો' વર્ષો પહેલાં લખ્યું હતું. તેમણે આ ગીતની સુંદર રજૂઆત માટે ગાયિકા ધ્વની ભાનુશાળીનો પણ આભાર માન્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કર્યું હતું કે, વર્ષો પહેલાં મારા દ્વારા લખાયેલા ગરબાની આ સુંદર રજૂઆત માટે ધ્વની ભાનુશાળી, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકની ટીમનો આભાર. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં હું એક નવો ગરબા લખવામાં સફ્ળ થયો, જેને હું નવરાત્રી દરમિયાન શેર કરીશ.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top