વલસાડની વિવેકાનંદ શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૦૨૪ સંપન્ન, મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન નિહાળ્યું.
જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, વલસાડ પ્રેરિત તથા તાલુકા પંચાયત વલસાડ આયોજિત બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને વલસાડ નગરપાલિકા વહીવટદાર ગૌરાંગ વાસાણીના વરદ હસ્તે ખુલ્લું મુકાયુ હતુ.
આ બે દિવસીય પ્રદર્શનમાં સમારંભના પ્રમુખ તરીકે જિલ્લા પંચાયત વલસાડના નવા વરાયેલા પ્રમુખ મનહર પટેલની ઉપસ્થિતિમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સફળ રીતે સંપન્ન થયું. સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત પ્રદર્શનમાં શાળાઓમાંથી ૬૦ કૃતિ રજુ થવા પામી હતી. બાળ વૈજ્ઞાનિકોના પ્રદર્શનને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યુ હતું. પ્રથમ, દ્વિતીય વિજેતા જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આયોજક તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશરજહા, બીઆરસી કૉ. ઑર્ડિનેટ૨ મિતેષભાઈ, આચાર્ય સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા હરેશભાઈ, લાયઝન અધિકારી ડાયટ વલસાડ પન્નાબેન તથા મુખ્ય ઇજનેર વલસાડ નગરપાલિકા હિતેશભાઈ દ્વારા પ્રદર્શનને સફળ બનાવનાર સર્વેનો આભાર વ્યક્ત કરાયો હતો.