Image credit : telangana today
દેશનું ભાવિ આવનારી પેઢીના હાથમાં હોય છે અને આવનારી પેઢીનું ઘડતર શિક્ષકો કરે છે, ત્યારે ચાણક્યનું સૂત્ર યાદ આવે કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગૌદમેં પલતે ની તેથી જ અસાધારણ ક્ષમતા દર્શાવીને સમાજમાં પરિવર્તન લાવનાર શિક્ષકોનું શિક્ષકદિને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવે છે. આ વર્ષે સન્માન પામેલા શિક્ષકોમાંના એક છે અર્ચના નગરી. તેમનો જન્મ તેલંગાણાના મંચેરિયલ જિલ્લામાં થયો હતો. એમના જીવનની મહત્ત્વની વાત એ બની કે અર્ચનાના દાદા શિક્ષક હતા. નાનપણાથી એણે જોયું હતું કે દાદાજી ગરીબ આદિવાસીઓને પોતાના પેર અભ્યાસ કરાવતા અને તેમની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરતા હતા. ગામના લોકો પત્ર તેમને ખૂબ આદર-સન્માન આપતા હતા. આવા વાતાવરણમાં અર્ચનાનો ઉછેર થતાં તેના મનમાં પણ નાનપણથી જ શિક્ષક બનવાની સ્વર્ગ આધાર લેવા લાગ્યો.
અભ્યાસમાં તેજસ્વી અર્ચનાને શિક્ષક બનવા માટે ખાસ કોઈ સંપર્ષ કરવો પડયો નહીં. બારમા પોરયાની પરીક્ષામાં ઉચ્ચ વર્ગમાં ઉત્તીર્ણ થઈ અને તે પછી ૧૯ વર્ષની ઉંમરે ટીચર્સ ટ્રેનિગ પ્રોગ્રામ પૂર્ણ કરીને શિક્ષિકા બની. સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો થવાની રાહ પણ ન જોઈ, દાઢેપલ્લી ગામમાં રેબેનાપલ્લીમાં આવેલી મેડલ પરિષદ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નવેમ્બર ૨૦૦૦માં તેની નિયુક્તિ થઈ. તેણે જ્યારે સ્કૂલમાં નોકરી મેળવી ત્યારે જોયું કે સ્કૂલ બંધ થવામાં હતી, કારણ કે સ્કૂલમાં માત્ર ચોત્રીસ બાળકો જ અભ્યાસ માટે આવતા હતા. એવું નહોતું કે આ વિસ્તારના ગામોમાં તે ઉંમરના બાળકો નાના કે બાળકોને અભ્યાસ કરાવવાની ઇચ્છા નહોતી, પરંતુ મૂળભૂત સુવિધાનો અભાવ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે બાળકો વચ્ચેથી જ અભ્યાસ છોડી દેતા હતા.
અર્ચના નુગુરી સ્થાનિક લોકોની સમસ્યાઓથી પરિચિત હતી આદિવાસી લોકોની આજીવિકા જંગલના ઉત્પાદનો પર આધારિત હોય છે. ત્યાંથી લાકડી વીણીને લાવવા તેમજ અન્ય ચીજવસ્તુઓ લાવીને વેચવી જેથી થોડા ઘણા પૈસા મળે. નાના બાળકો માતા-પિતાને એમના કામમાં મદદ કરતા હોય, તેથી થોડા પૈસા પછા મળે, સ્કૂલે જવું એ તો એમને અત્યંત મુશ્કેલ લાગે, એ તો કોઈ દુર્ગમ સ્થળ જેવું લાગે. અર્ચનાએ વિચાર્યું કે બાળકોને સ્કૂલ સુધી લાવવા માટે તેમના માતા-પિતાને રૂબરૂ મળવું પડશે. તેથી સ્કૂલના સમય પછી તે જુદાજુદા વિસ્તારમાં લોકોને ઘેર મળવા જવા લાગી.
Image credit: Navbharat Timesઅર્ચના સરકારી યોજનાઓ અને શિક્ષણનું મહત્ત્વ સમજાવતી. એના દાદા જેમને ભણાવતા હતા તે યુવાનો આજે કોઈ સારી જગ્યાએ નોકરી કરતા હોય કે પોતાનો વ્યવસાય કરીને સુખશાંતિથી રહેતાં હોય તેના ઉદાહરણો આપતી. કેટલાક વિસ્તારો તો એવા હતા કે તેમને સ્કુલ વિશે જ માહિતી નહોતી.એમને માટે તો સ્કૂલે જઈને લખતા-વાંચતા શીખવાથી એમનું જીવન બદલાઈ જાય એવી કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. આ લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવવામાં ઘણા દિવસો ગયા, પરંતુ તેની મહેનત ફળી અને બાળકો સ્કૂલમાં આવવા લાગ્યા, પરંતુ થોડા દિવસમાં જ બાળકોનું સ્કૂલે આવવાનું બંધ થઈ ગયું. તપાસ કરતાં ખબર પડી કે બાળકોને સ્કૂલે પહોંચવા માટે ખુલ્લા પગે પાંચ કિમી. ચાલીને આવવું પડતું હતું, તેથી બાળકો થાકી જતા હતા. અર્ચનાએ બાળકો માટે કોઈ વાહનની વ્યવસ્થા કરવાનું વિચાર્યું, પણ તેને માટે તો સરકારની મદદ મળે નહીં.
સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ અને અન્ય સમસ્યાઓ માટે અવિરત પુરુષાર્થ કરીને અર્ચના નૃગુરીએ અનેક લોકોનો સહયોગ મેળવ્યો છે. વિદેશમાં વસતા સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ, શિંગ એ સ્માઇલ ફાઉન્ડેશન, પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક લોકો તેમજ રાજનેતાઓના સહયોગથી બોરવેલ અને આર.ઓ. પ્લાન્ટની વ્યવસ્થા કરી. જરૂરી ફર્નિચર અને પુસ્તકો મેળવ્યા. સ્ટીલના ચાર રેકમાં એક હજાર જેટલાં પુસ્તકો ગોઠવીને લાઇબ્રેરી શરૂ કરી છે. ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટૅક્નૉલૉજી સ્કૂલ સ્કીમ અંતર્ગત પાંચ કમ્પ્યૂટર અને બે પ્રોજેક્ટર મેળવ્યા. ચાળીસ બેન્ચ વસાવી છે. પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તેને માટે પેપરબેગ બનાવતા શીખવે છે.
Image credit: Navbharat Times
સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો થાય છે અને વાર્ષિકોત્સવની દેશભેર ઉજવણી કરવામાં આવે છે. માતા-પિતા આજે પોતાના બાળકોને હોંશે હોંશે સ્કૂલે મોકલે છે. અને ડ્રોપ-આઉટનું પ્રમાણ તદ્દન નહિવતું થયું છે. ૨૦૧૬થી અંગ્રેજી માધ્યમથી સ્કૂલ શરૂ કરી, જે આ જિલ્લાની સૌપ્રથમ અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા છે. આજે ૩૬ બાળકોમાંથી સંખ્યા વધીને ૨૭૫ સુધી પહોંચી છે. જેમાં ૧૦૩ છોકરીઓ છે. અહીં અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ સારી સંસ્થામાં પ્રવેશ મેળવે છે.
Image credit: The better India૪૨ વર્ષના અર્ચના નગુરી અત્યારે રાજસ્થાનના પિલાનીની શ્રીપર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે “ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા બાય મીન્સ ઑફ નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ નામનું પુસ્તક લખ્યું છે. પોતાની મહેનત અને સમર્પણના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત કરનાર અર્ચના શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો કરીને વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે.