Navsari news: નવસારી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે શ્રીમતી ગાયત્રીબેન તલાટીની નિયુક્તિ
૨૦૦ થી વધુ યોગના કાર્યક્રમો, ૧૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ અને 500 યોગ ટૈનરો તૈયાર કર્યાનો અનુભવ
-
નવસારી,તા.૧૦: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાયત્રીબેન તલાટી ફરી એકવાર નવસારી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર તરીકે નિયુક્તિ પામ્યા છે. સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નક્કી કરવામાં આવેલી એજન્સી એ.બી. એન્ટરપ્રાઇઝ, મહેસાણા દ્વારા ઈન્ટરવ્યુની પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં શ્રીમતી ગાયત્રીબેન તલાટી જેઓ યોગક્ષેત્રમાં ૧૭ વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે અને યોગમાં msc ની ડિગ્રી ધરાવે છે. તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા નવસારી, શહેર અને તાલુકા વિસ્તારની જવાબદારી સંભાળતા હતા. લગભગ બે લાખથી વધુ લોકોને યોગ સાથે જોડ્યા હતા. તેમણે ૨૦૦ થી વધુ યોગના કાર્યક્રમો નવસારી જિલ્લામાં કરાવ્યા છે. 500 યોગ ટૈનર તૈયાર કર્યા અને ૧૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ નવસારી જિલ્લામા શરૂ કર્યા છે. યોગ આ ઉત્કૃષ્ટ કામગીરી અને યોગ ક્ષેત્રનો અનુભવના આધારે એબી એન્ટરપ્રાઇઝ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફરી નવસારી જિલ્લાની જવાબદારી ગાયત્રીબેન તલાટીને સોંપવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એમ્પીરીયન હોટેલ, ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. ગાયત્રીબેનને સંપૂર્ણ યોગ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.