Dang|Ahwa:ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની અપીલ

SB KHERGAM
0

Dang|Ahwa:ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની અપીલ

આહવા ખાતે યોજાઇ પોલીસ અને પ્રેસની 'ચર્ચા વાર્તા'

ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર કોલ કરી શકો - શ્રી યશપાલ જગાણીયા

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨:  ટેક્નોલોજીના આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર થતા હોય છે. જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઇ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઇન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે એક 'પ્રેસ મિટ' યોજાઇ હતી. 

જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર તુરંત કોલ કરવા જણાવ્યું છે. 


ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ 'પ્રેસ મિટ'માં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, આજના ટેક્નોલોજીના યુગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે, લોકો સાથે સાઇબર ફ્રોડ થતાં હોય છે. જે અંગેની ફરિયાદ ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા છ મહિના દરમિયાન ૨૦૦ થી વધુ અલગ અલગ ઓનલાઇન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઇ છે. જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે. 

ઓનલાઇન ફ્રોડ અલગ અલગ અલગ રીતે થાય છે. જેમાં આઇડેન્ટીટી ફ્રોડ, ક્રેડિટ-ડેબીટ કાર્ડ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, જુદી જુદી કંપનીઓ દ્વારા લોન આપવા અંગે ફ્રોડ, રેલવે-બસ-હોટેલ ટિકિટ બુંકિગ, બેંન્કિગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, ફેક એકાઉન્ટના નામે ફ્રોડ, ઓનલાઇન વિડીયો કોલિંગ ફ્રોડ, કેવાયસી ફ્રોડ, જેવા અલગ અલગ પ્રકારના ફ્રોડ થાય છે. આ પ્રકારના ફ્રોડ થાય તો તુંરત ૧૯૩૦ પર કોલ કરવા, તેમજ અજાણી લિંન્ક પર ક્લિક કરવું નહિં, તેમ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું. 



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top