વલસાડ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીનો પ્રારંભ, પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી

SB KHERGAM
0

વલસાડ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીનો પ્રારંભ, પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી 

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી રેલી કાઢવામાં આવી, આંબેડકર ભવનમાં મહિલા સુરક્ષાના માળખાની સમજ અપાઈ 

રોણવેલની કોલેજમાં ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ કાયદાકીય સેમિનાર યોજાયો 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ 

વલસાડ જિલ્લામાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી થનાર છે જેનો આજે પ્રારંભ કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ મહિલા સુરક્ષા દિવસના નોડલ નાયબ પોલીસ અધિક્ષકશ્રીની આગેવાની હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને રેલી નીકળી હતી. જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, DHEWના સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ, ૧૮૧ અભયમ અને PBSC સેન્ટરનો સ્ટાફ જોડાયો હતો. રેલી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી શરૂ થી બાબા સાહેબ આંબેડકર હૉલ પહોંચી હતી. જ્યાં મહિલા સુરક્ષાને અનુરૂપ વિવિધ માળખાઓ દ્વારા પ્રાથમિક માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ હૉલથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન થઈને મુખ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાસેથી સેન્ટ જોસેફ કોન્વેન્ટ હાઈસ્કૂલ, વલસાડ ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં ૬૦ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ સહિત કુલ ૧૨૩ સહભાગીઓ હાજર રહ્યા હતા.  

બપોરે ૦૨:૩૦ વાગ્યાથી રોણવેલની સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલા પીએસઆઈ સી.ડી. ડામોર, દ્વારા હાલના સમયમાં વિદ્યાર્થીનીઓ/કિશોરીઓ સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એના કારણે પ્રેમપ્રકરણના વધુ ગુનાઓ બને છે જેથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જીવનમાં ઉપયોગી થાય એ માટે જણાવ્યું હતું. આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશભાઈ ગિરાસે દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓમાં રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વિશે વિગતવાર માહિતી આપી હતી તેમજ સંકટ સખી એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. એડવોકેટ ભૂપેન્દ્ર જી. પટેલ દ્વારા ભારતમાં મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના તન્વી પટેલ દ્વારા ૧૮૧ નંબર વિશે વિગતવાર માહિતી આપી હતી. સ્નેહાલીબેન કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. PBSC (પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર)ના કાઉન્સેલર દિવિશા પટેલ દ્વારા યોજનાની માહિતી આપવામાં આવી તેમજ મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઇ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં DHEW (ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન) ના સ્ટાફ, W CO (વુમન ચાઈલ્ડ ઓફિસર) સ્ટાફ તેમજ કુલ ૧૨૯ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.






Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top