Dang: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઇ :

SB KHERGAM
0

 Dang: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઇ :


(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે બ્રહ્મવાદિની સુશ્રી ડો. હેતલ દીદીએ જીવન ઘડતર માટે પાંચ ગુરુઓ વિશેની મહત્તા વિશે સમજણ આપી હતી. જેમાં પ્રથમ માતા પિતા, ગુરુજન, શાસ્ત્રો, પ્રકૃતિ, અને અંત:કરણના અવાજ વિશે ઉડાણપુર્વક સમજ આપી હતી. 

ગુરુપુર્ણિમાની ઉજવણી પ્રસંગે આગાખાન સંસ્થાના સહયોગથી વડ,  પીપળા, લીમડા, આમળાં, જાંબુ વિગેરે ૫૦૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિ પૂજનની પહેલ પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે આચાર્ય શ્રી કેતન દાદા, શ્રી ધનસુખભાઇ, શ્રી હરિભાઇ, શ્રી કીર્તીભાઇ સહિત ગૃપના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top