Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ.

SB KHERGAM
1 minute read
0

        

Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ.

મોબાઈલ વેટરનરી યુનિટનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ.

ચિખલી તાલુકાના હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે.

( નવસારી :શુક્રવાર ) નવસારી જિલ્લા પંચાયતના પ્રાગણમાંથી ચીખલી તાલુકાના હોન્ડ ગામ માટે આજ રોજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતું પશુ દવાખાનું)નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશ ભાઈ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલ મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત છે. જેને અનુલક્ષીને  ગુજરાતના નવસારી જિલ્લા સહિત અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા, ભરુચ અને મહીસાગર જિલ્લામાં નવા મોબાઈલ વેટરીનરી યુનિટની ભેટ અપાઈ રહી છે. 

નોંધનિય છે કે, આ નવા મોબાઇલ વેટરનરી યુનિટ હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે.  નવસારી જિલ્લામાં ૧૧ મોબાઈલ વેટરનરી યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. આજરોજ લોકાર્પણ થયેલ આ મોબાઇલ વેટરનરી યુનિટ જિલ્લાની ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટ છે. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન મહાલા,  નાયબ પશુ પાલન અધિકારી શ્રી ડો. એમ.સી.પટેલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર નિરવ પ્રજાપતિ તથા મોબાઈલ વેટરનરી યુનિટના ડોક્ટરો અને પાયલોટો તમામ તાલુકાના પશુ ચિકિત્સકો સહિત વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top