ઉમરગામ તાલુકાના ભિલાડ ઈન્ડિયાપાડા ગામે યો વર્ષો પછી આદિવાસી ભગતોનું સંમેલન યોજાયું.

SB KHERGAM
0

 

ઉમરગામ તાલુકાના ભિલાડ ઈન્ડિયાપાડા ગામે યો વર્ષો પછી આદિવાસી ભગતોનું સંમેલન યોજાયું.

ઉમરગામ તાલુકાના ભિલાડ ઇન્ડિયાપાડા વિસ્તારમાં ૮૦૦થી વધુ આદિવાસી ભગતો દ્વારા થોડા દિવસથી રવાલનું આયોજન કરવામાં આવ્યું છે. આ રવાલમાં મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને ગુજરાતના આદિવાસી વિસ્તારનાં ગામડાંઓમાંથી ભગતો આવે છે. તેમજ નવયુવાનો આ ભગતો સાથે રહી પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે પોતાના દેવી-દેવતાઓની પૂજા કરી રવાલની અંદર વાયરું લે છે.

ભિલાડ ઈન્ડિયાપાડામાં ઘણાં વર્ષો બાદ ભગતોનું સંમેલન અથવા રવાલનું આયોજન ૨૯ ઓક્ટોબરથી શરૂ થયું છે. ઘણા દિવસથી ઉમરગામ તાલુકાના આ કાર્યક્રમના ફોટો અને વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થયા છે. જેમાં વિવિધ ક્રિયા કરતા ભગતો જોવા મળ્યા હતા. 

આ રવાલની પાસે નવું ધાન મૂકી દીવા ધૂપ વડે પૂજા દરરોજ રાતે નવ વાગ્યાની આસપાસ કરવામાં આવે છે. ત્યારબાદ અનુભવી શરૂઆત થાય છે. જેમાં સૌપ્રથમ કણસેરી અને વડીલ ભગતો આદિકાળથી ચાલતી માતાના સ્થાપન્ય સ્થળે પ્રતીક રૂપે આવતી તેમની સંસ્કૃતિ મુજબ તારપા મૂકવામાં આવેલી લાકડાની ખણભેર અને ઘાંગડી વગાડવાનું શરૂ કરી 

માતાજીને આહવાન કરે છે. ધીરે ધીરે ભગતો એક પછી એક ગોળ ફરવાનું શરૂ કરે છે. જેમાં અચાનક જે ભગતની જે દેવી-દેવતા પ્રત્યેની આસ્થા હોય તેઓની શક્તિ ભગતના શરીરમાં પ્રવેશ થવાની શરૂઆત થાય છે. જેને વાયરું કહેવામાં આવે છે. વાયરું આવતાની સાથે જ તે ધૂણવા લાગે છે. વાયરું દરમિયાન ઘણા ભગતો કાંટા ઉપર ચાલે છે તેમજ પ્રખર ભગતો સળગતા કોલસા પર ચાલે છે તો કેટલાક અંગારા હાથમાં લઇ રવાલને ગોળ ફરતે ફરે છે. 

છેલ્લા છ દિવસથી ચાલી રહેલા રવાલમાં લોકો ભેગા થઈ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનું અને ટકાવી રાખવાનો સંદેશો આપી રહ્યા છે. રવાલમાં આદિવાસી સમાજના ઉચ્ચ ડિગ્રી મેળવેલા યુવાનો તેમજ રિટાયર કર્મચારીઓ તેમજ મોટા ધંધાદારીઓ પણ જોડાયા છે.

Post credit : sandesh news 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top