Image credit: Wikipedia
થોમસ આલ્વા એડીસન
જન્મ : ૧૭, ફેબ્રુઆરી ઈ. સ. ૧૮૪૭)
મૃત્યુ : (૧૮, ઓક્ટોબર, ઇ.સ. ૧૯૩૧)
ગ્રામોફોન, વીજળીનો બલ્બ અને સિનેમેટોગ્રાફીનો શોધક થોમસ આલ્વા અડીસન એક ગરીબ માતા-પિતાના પુત્ર તરીકે ૧૭, ફેબ્રુઆરી, ઇ.સ. ૧૮૪૭ના રોજ યુનાઇટેડ સ્ટેટસ ના ઓહિયો નગરના મિલાન નામના કસાબામાં જન્મ્યો હતો. તેના પિતાની નબળી આર્થિક સ્થિતિને લઇ તે ખાસ શિક્ષણ મેળવ્યું હતું.
છતાં બાળપણથી જ વિજ્ઞાનમાં રૂચિ દાખવનાર એડીસને તેના ઘરમાં જ એક નાનકડી પ્રયોગશાળા ઉભી કરી હતી. તે તેમાં અવનવા પ્રયોગો કરતો રહેતો. તેના પિતાએ તેને આર્થિક ઉપાર્જન કરવા ટકોર કરી ત્યારે તેણે ટ્રેનમાં છાપાં વેચવાનું કામ શરુ કરેલું. ત્યારે તેની ઉંમર હતી માત્ર પંદર વર્ષ. આ જ ઉમરે તેણે છાપવાનું મશન ખરીદી રેલગાડીના ડબ્બામાં જ છાપુ છાપવાનું શરુ કરેલું. રેલગાડીમાં જ અવનવા પ્રયોગો કરતાં. એક વખત આવા જ કોઇક પ્રયોગ દરમ્યાન ફોસ્ફરસ સળગી ઉઠતા આખો ડબ્બો સળગી ગયેલો. ગાડીનાં ગાર્ડ આવેશમાં આવી એડીસનના ગાલ ઉપર એવો સજ્જડ તમાસો જડી દીધેલો કે ત્યારથી કાયમ માટે બહેરો બની ગયેલો.
તેણે રેલ્વે પ્લેટફોર્મ પર છાંપાં વેચતી વખતે સ્ટેશન માસ્તર મેકેન્ઝીના નાનકડા દીકરાને ટ્રેન અકસ્માતમાંથી બચાવેલો. તેના ઇનામ રૂપે મેકેન્ઝીએ ટેલીગ્રાફટ શીખવાડી તાર ક્લાર્કની નોકરી અપાવેલી.
દોઢ વર્ષ માસ્તરની નોકરી દરમ્યાન તેણે એક વોટ ગણવાનું મશીન અને એક ટેપ-મશીનની શોધ કરી હતી, પછી એ છોડી ન્યુયોર્ક ગયેલો. ઇ.સ. ૧૮૭૬માં ફોનોગ્રાફમાં સુધારા કરી જર્મન વૈજ્ઞાનિક બર્લરનરે ગ્રામોફોન તૈયાર કર્યુ હતું.
એડીસનની ક્રાંતિકારી શોધ તો વીજળીનો બલ્બ છે. આ શોધે સમગ્ર જગતમાં ક્રાંતિ કરી હતી. ન્યૂયોર્કના માર્ગો તેણે બનાવેલા વીજળીના બલ્બોમાંથી ઝગારા મારતા હતા ત્યારે તેમને જોવા માનવ મહેરામણ હેલે ચડ્યો હતો.
એડીસનની શોધયાત્રા આટલેથી અટકી ન હતી .તેણે અનેક ક્રાંતિકારી શોધો કરી હતી. ઇ.સ. ૧૮૮૧માં તેણે કેમેરાની શોધ કરી વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધેલું. તેણે તેના એ યંત્રનું નામ કિન્ટોગરાફ રાખ્યું હતું. વિશ્વનો આ પ્રથમ કેમેરા સેલ્યુલોઇડની ફિલ્મ પર હાલતાં ચાલતાં ચિત્રો બતાવતો હતો.
એણે ન્યુજર્સીમાં મૌનલોપાર્કમાં પોતાની પ્રયોગશાળા સ્થાપી હતી. આ પ્રયોગશાળામાં તેણે એટલી બધી શોધો કરી કે લોકો તેને મૈનલોપાર્કના જાદુગર તરીકે ઓળખવા લાગેલા. તેણે એક એવા યંત્રની શોધ પણ કરી હતી. જેના આધારે રેમિગ્ટન ટાઇપ રાઇટર બનાવવામાં આવ્યું હતું. તેણે વીજળીથી ચાલતી એક પેન બનાવી હતી. જે પછીથી મિનોગ્રાફટ સ્વરૂપે વિકાસ પામી હતી.
એડીસન આ વિશ્વનો સૌથી મહાન અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક અને સંશોધ્યક હતો. આવો મહાન ભવિષ્યમાં વૈજ્ઞાનિક થશે કે કેમ એ શકા છે. ૧૦૩૩ પેટન્ટો પોતાને નામે કરાવી હતી. વિદ્યુત ઉદ્યોગોના પિતા તરીકે ઓળખાતો આ મહાન જાદુગર ન્યુજર્સીના વેસ્ટ ઓરેન્જમાં ૧૮, ઓકોટોબર, ઇ.સ. ૧૯૩૧ના રોજ ભિચરનિદ્રામાં પોઢી ગયેલો. તેની અનંત સિદ્ધિઓ બદલ તે નોબેલ પુરસ્કાર મેળવવા ભાગ્યશાળી થયેલો.