ચીખલી તાલુકાના કુમાર - કન્યા શાળા ચીખલી ખાતે બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
ચીખલી તાલુકાનાં ચીખલી કુમાર- કન્યા શાળા ખાતે તારીખ ૯-૧૦-૨૦૨૩ થી૧૦-૧૦-૨૦૨૩ દ્રિ-દિવસીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.જેમાં ૭૫ શાળાના ૧૫૦ બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિભાગ દીઠ બબ્બે વિજેતા કૃતિઓને પ્રમાણપત્ર, શિલ્ડ એનાયત કરાયા હતા.
ગાંધીનગર GCERT પ્રેરિત, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શન હેઠળ ચીખલી બીઆરસી આયોજીત બ્લોક કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકાના ૧૫ કલસ્ટરની ૭૫ શાળાના ૧૫૦ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.
આ બાળ-વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. જેમાં સ્વાસ્થ્ય વિભાગમાં ઘેજ વાંઝરી શાળાની મારી માટી મારુ સ્વાસ્થ્ય કૃતિ, પ્રત્યાયન અને વાહનવ્યવહાર વિભાગમાં દોણજા પ્રા. શાળાની સ્માર્ટ કાર, ગણનાત્મક ચિંતન કમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા વિભાગમાં ઘેજ દુકાન ફળીયા પ્રા. દુકાન શાળાની કૃતિ, ચંદ્રયાન-૩ મિશનની સફળતાનું લોજીક કૃતિ, કૃષિ-ખેતી વિભાગમાં મિયાઝરી પ્રા. શાળાની પ્રાકૃતિક ખેતી અને જીવન-પર્યાવરણને અનુરૂપ જીવન-શૈલી વિભાગમાં છાબડી ફળીયા પ્રાથમિક શાળાની બેસ્ટ ફ્રોમ ઇ-વેસ્ટ કૃતિ પ્રથમ નંબરે વિજેતા બની હતી. જે હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના પ્રથમ દિવસે ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ પ્રદર્શન નિહાળી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
દુકાન ફળિયા પ્રાથમિક શાળા ઘેઝ