નીચલી બેજઝરી પ્રા.શાળાનાં આચાર્યશ્રી જયંતિભાઈ ડી.ગાંવિતનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.
તારીખ :૨૧-૧૦-૨૦૨૩નાં દિને જયંતીભાઈ ગાંવિતનો નિવૃત્ત સન્માન સમારોહ મંદિર ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયો હતો. જેમાં તેમનું શાલ ઓઢાડી સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું.
તેમનો જન્મ તા.૦૧/૦૬/૧૯૬૫ ના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા(બરડીપાડા) ગામે સંસ્કારી અને પરિશ્રમી પરિવારમાં થયો હતો. બાલ્યકાળના શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બાનવ્યું.
તેઓ સૌ પ્રથમ તા.૦૩/૦૯/૧૯૯૧ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાની ઈસ્લામપુરા પ્રાથમિક શાળામાં નિમણૂંક મેળવી તા.૦૩/૦૯/૧૯૯૧ થી તા.૧૧/૦૭/૧૯૯૪ સુધી સેવા બજાવી હતી ત્યાર બાદ તા.૧૨/૦૭/૧૯૯૪ થી તા.૧૦/૧૨/૨૦૦૪ સુધી પાલીપુર પ્રા.શાળામાં શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં ઓતપ્રોત રહી બાળકોના સર્વાંગી વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો. ત્યાર બાદ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ચીરપાડા પ્રા. શાળા રૂમલામાં જિલ્લા ફેરબદલી કરી તા.૧૧/૧૨/૨૦૦૪ના શનિવારના રોજ હાજર થઈ ૧૩ વર્ષ,૧૦માસ,૨૩દિવસના કાર્યકાળ દરમ્યાન તેમણે હજારો બાળકોના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથર્યો શાળા અને બાળકોને પોતાનો પરિવાર બનાવ્યો, અને છેલ્લે તા.૦૭/૦૨/૨૦૧૭ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી નીચલી બેજઝરી પ્રા.શાળામાં શિક્ષણ સાથે જીવનની કેળવણીના પાઠો અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું. માનવ ઘડતરનું કામ કર્યું. સત્ય,સદાચાર,વિનય,વિવેક,કાર્ય પાલન જેવા ગુણોનું સિંચન કર્યું છે.
આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી સુધાબેન સોલંકી, એસ.એમ.સી અધ્યક્ષ તથા સભ્યો, આછવણી કેન્દ્રના કેન્દ્ર શિક્ષક શ્રીમતી રાધાબેન સહિત કેન્દ્રના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકો, આમંત્રિત મહેમાનો, મિત્રમંડળ,સગાસંબંધીઓ ઉપસ્થિત રહી શ્રી જયંતિભાઈ દલુભાઈ ગાંવિત તેમના પ્રિય પરિવારની સાથે હવે પછીનું શેષ જીવન સુખ, શાંતિ,સ્નેહ અને સમૃધ્ધિથી અને સમાજના કાર્ય માટે સહયોગી બની રહે એવી શિક્ષક સમાજ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી.




.jpg)




