વિઘ્નસંતોષીઓને સફળ ન થવા દો.

SB KHERGAM
0

   

                      વિઘ્નસંતોષીઓને સફળ ન થવા દો. 

આપણાં શાસ્ત્રોમાં ગણેશજી વાર્તા દેવ તરીકે ઓળખાય છે. અને આપણે સૌ એમને ભાવથી ભજીએ છીએ. આપણા ઘરમાં કે અન્ય સ્થળે શુભ કાર્ય આરંભ કરવાનું હોય તો આપણે વિવાહર્તા ગણેશજીનું પુજન કરીએ છીએ, જેથી આપણાં કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે એવા ભાવથી એમનું પુજન થાય છે. ગણેશજીની પૂજા વિઘ્નહર્તા તરીકે કરવામાં આપણાં સમાજમાં આ દેવનું પુજન તો બધા કરે છે પરંતુ એમના આ વિશેષ ગુણાનું અનુકરણ કોઈ કરતું નથી. જે રીતે આ દેવ સર્વે ભક્તોના વિષ દૂર કરે છે અથવા દૂર કરવામાં મદદરૂપ થાય છે, તે રીતે લોકો તેમના સગા, સંબંધી, પરિચિતો,મિત્રોના વિઘ્ન દૂર કરવા મદદરૂપ થતાં નથી. 

સમાજમાં મોટા પ્રમામમાં લોકો  ' વિઘ્નસંતોષી ' જોવા મળે છે. આપણી આસપાસના લોકોને કોઈનું ભલું થાય, સારું થાય, કોઈ સફળ થાય તો ઈર્ષ્યા થાય છે અને પછી આ ઈર્ષાના કારણે વ્યક્તિ નકારત્મક વિચારો તરફ વળે છે. આ વ્યક્તિએ ઘેન-કેન પ્રકારે સામી વ્યક્તિને અસફળ થતાં જોવું છે અને તેના માટે તે વ્યક્તિ તેનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે. આવા લોકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. આ લોકોમાં નકારાત્મક્તા કેટલી હદ સુધીની છે.તેની કલ્પના કરવી કદાચ અઘરી છે.

 આપણાં સમાજમાં ‘વિઘ્નસંતોષી’લોકોનો એક સમૂહ છે. આ લોકો અન્ય લોકોના કાર્યોમાં વિઘ્નો કેવી રીતે ઊભા કરી શકાય તેની ફિરાકમાં હોય છે. આ લોકોનું મગજ સતત એક જ દિશામાં કાર્યરત હોય છે કે તેમના સગા, સંબંધી, પરિચિતો, મિત્રો કે અન્ય કોઈ વ્યક્તિને તેના જીવન જીવવામાં તક્લીફો કે અડચણો કેવી રીતે ઊભી કરવી. વ્યક્તિને હંમેશા નિષ્ફળતા મળે ત્યારે વ્યક્તિ હતાશ થાય છે અને ડિપ્રેશનનો ભોગ બની શકે છે. એક વાર વ્યક્તિ જો ડિપ્રેસનમાં ગરકાવ થાય તો તે વ્યક્તિને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવો ઘણું અઘરું કાર્ય છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ આ પરિસ્થિતિમાંથી બહાર  આવતો નથી અને તેનું જીવન નર્ક બરાબર થઈ જાય છે. 

  આમ છતાં ‘વિઘ્નસંતોષી’ની વિચારસરણીમાં કોઇ ફેરફાર થતો નથી.વ્યક્તિના જીવનમાં કોઈ કારણસર એક દરવાજો બંધ થઈ જાય છે ત્યારે ભગવાન બીજો દરવાજો ખોલી આપે છે. વ્યક્તિએ ભગવાનના ઇશારાને સમજવો પડે અને તે દિશામાં સંપૂર્ણ જોમ અને જુસ્સા સાથે કાર્યરત થવું પડે, જેથી શેષ જીવન વ્યતિત કરવામાં વ્યક્તિને કોઈ તક્લીફ ન પડે.

પરંતુ ‘વિઘ્નસંતોષી’ દ્વારા જ્યારે કોઈ દરવાજો બંધ કરવામાં આવે અથવા કરાવવામાં આવે ત્યારે વ્યક્તિએ જાતે મહેનત કરીને બીજો દરવાજો ખોલવો પડે જેથી તે તેના જીવનમાં હતાશા તરફ ન વધે અને ‘વિઘ્નસંતોષીઓને પરચો આપી શકે કે તેનામાં એટલી તાકાત હજી છે કે તે સહજ રીતે હાર માનશે નહીં. 


  "બુધ્ધિ કોઈના બાપની હોતી નથી" આ ઉક્તીને યથાર્થ કરવા વ્યક્તિએ સતત કાર્યરત રહીને પોતાની શક્તિનો પરચો આપવો જરૂરી છે, જેથી તેઓને ખ્યાલ આવે કે તેમના વિઘ્નો થકી તેઓ લોકોમાં ખોટો ડર ઉત્પન્ન કરી શકશે નહીં. વ્યક્તિનો જો આત્મવિશ્વાસ વધશે તો તેને કોઈ વિઘ્નો નડશે નહીં અને વ્યક્તિને એક રસ્તો જરૂર અવશ્ય મળશે. વ્યક્તિ આવી સકારાત્મક વિચારસરણી સાથે જીવન વ્યતીત કરશે તો તેને કદી રડવાનો વારો આવશે નહીં.

વિઘ્નસંતોષીઓને બીજા માટે બાધારૂપ બનવાથી ફાયદો ક્યારે અને કેવી રીતે થાય છે તેની ઉત્કંઠા હોય છે. શું આનંદ મેળવવા માટે આ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી? આ લોકોને તેમનું જીવન સુખમય અને આનંદમય બનાવવા હેતુ શું આ એક જ કાર્ય રહ્યું છે? આવા અનેક પ્રશ્નો સકારાત્મક વિચારશૈલી ધરાવતી વ્યક્તિના મનમાં આવે તેમાં કોઈ શંકા નથી. સામાન્યતઃ લોકો પોતાને વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખે છે, જેથી તેમના મનમાં હંમેશા સકારાત્મક વિચારોનું વહન થાય છે.

અને તેઓ તેમના જીવનકાળ દરમ્યાન સત્કર્મો કરતાં એ. પરંતુ વિશ્વસંતોષી લોકોનું કંઈક અલગ જ માઈન્ડ હોય છે. આ વ્યક્તિઓની વ્યસ્તતા એટલે લોકોના જીવનમાં અડચણો ઊભી કરવા માટે વિવિધ પરિસ્થિતિઓ શોધવી, નિર્માણ કરવી અથવા આવી પરિસ્થિતિ કેવી રીતે સર્જી શકાય તેના વિકલ્પો શોધવા.

આપણાં વિશેષ શાસ્ત્રોમાં લખાયું છે કે દેવો અને દાનવો વચ્ચે હંમેશા ખટરાગ રહેતો અને તેના નિરાકરણ માટે તેઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલુ રહેતો હતો. અસૂરો સતત દેવોની સતામણી કરતાં રહેતા અને દેવો તેનો પ્રતિકાર કરવા સતત કાર્યરત રહેતા હતા. અસૂરોની આ વૃત્તિનાં કારણે તેમણે વિશેષ પ્રકારનો આનંદ મળતો હતો. અને એટલે આ આનંદને ‘આસુરીઆનંદ'ની ઉપાધિ મળી હશે. 

              આજના સમયમાં અસૂરોની જગ્યા વિઘ્ન સંતોષી વ્યક્તિઓએ લીધી હોય એવું પ્રતીત થાય છે, એટલે જ તેઓ પણ ‘આસુરી આનંદ'ની મજા માણવા અન્ય લોકોના જીવનમાં સતત વિઘ્નો ઉત્પન્ન કરતાં હશે. દેવ અને દાનવો વચ્ચે ચાલતા સંઘર્ષ દ્વારા આપણે શીખવાનું છે કે જેમ દેવો દાનવોના અનેક કારસ્તાનોના પ્રતિકાર માટે હંમેશા તૈયાર રહેતા તેવી જ રીતે આપણે પણ વિઘ્નસંતોષીઓના કાવાદાવાનો પ્રતિકાર કરવા હંમેશા તત્પર રહેવું જોઈએ, અન્યથા તેઓ આપણાં પર હાવી થઈ શકે છે જે બિલકુલ આવકાર્ય નથી.

વિઘ્નહર્તા શ્રી ગણેશજીને પાર્થના કે આવનાર સમયમાં વિઘ્નસંતોષી વ્યક્તિઓની વસ્તીમાં ધીરે ધીરે ઘટાડો થાય જેથી સામાન્ય વ્યક્તિઓ તેમનું જીવન તણાવમુક્ત પરિસ્થિતિમાં વ્યતિત કરી શકે,આનંદમય વાતાવરણમાં વ્યતિત કરી શકે અને જીવનની ખરી મજા માણી શકે. સામાન્ય વ્યક્તિની આસપાસ વિઘ્નસંતોષી વ્યક્તિઓની ઉપસ્થિતિ એટલે આવનાર સંકટનો સંકેત છે. ગણપતિ બાપ્પાને પાર્થના કે આ વ્યક્તિઓનું હૃદય પરિવર્તન કરે. આશા અમર છે એટલે આપણે એવું માનીએ, કે આપણી પ્રાર્થના બાપ્પાએ સ્વીકારી લીધી છે અને સમયના વહેણ સાથે આ પરિસ્થિતિમાં ફેરફાર દેખાશે, ગણપતિ બાપ્પા મોરિયા....

માહિતી સ્રોત : ગુજરાત ગાર્ડિયન (વિશેષ કોલમ) લેખક :  અજીત ઠોસર  તારીખ:૨૪-૦૯-૨૦૨૩

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top