- શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર મુકાયો પ્રતિબંધ.
- શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે જમા કરાવવો પડશે ફોન.
- રિસેસ દરમિયાન જ કરી શકાશે મોબાઈલનો ઉપયોગ.
- શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા ઝડપાશે તો થશે દંડનીય કાર્યવાહી.
- આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ કરાયું સૂચન.
અમદાવાદની સ્કૂલોમાં સ્કૂલના સમય દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની DEO કચેરીને રજૂઆત મળી હતી. જેને લઈને DEO શ્રી રોહિત ચૌધરી સાહેબે તાત્કાલિક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સ્કૂલના સમયમાં શિક્ષણકાર્ય ચાલુ હોય ત્યારે શિક્ષકોના મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શિક્ષકો શૈક્ષણિક અને વહીવટી કામ માટે મોબાઇલનો ઉપયોગ કરી શકશે.
રાજ્યકક્ષાએથી કોઈ કામ સોંપ્યું હોય તો જ મોબાઇલનો ઉપયોગ કરવાનો રહેશે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, DEO કચેરીએ આવતા વાલી અને સામાજિક અગ્રણીઓએ ફરિયાદ કરી હતી કે, કેટલીક સ્કૂલોમાં શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષકો દ્વારા બિનજરૂરી મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી સૂચના આપી છે કે, શિક્ષણકાર્ય અને વહીવટી કાર્ય માટે મોબાઇલનો ઉપયોગ જરૂરી છે. રાજ્યકક્ષાએ કોઈ કામ સોંપ્યું હોય તો તે માટે પણ મોબાઇલનો ઉપયોગ જરૂરી છે. પરંતુ બિનજરૂરી શિક્ષણકાર્ય દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવો યોગ્ય નથી. કારણ કે, તેના કારણે શિક્ષણકાર્ય પર અસર પડશે.
મોબાઈલ ફોન આચાર્યએ પોતાના કબજામાં રાખવાનો રહેશે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, શિક્ષકો શૈક્ષણિક કલાકોમાં મોબાઇલનો ઉપયોગ માત્ર શિક્ષણકાર્ય માટે જ કરી શકાશે. સ્કૂલના આચાર્ય દ્વારા આ અંગે તકેદારી રાખવાની રહેશે. મોબાઈલ ફોન આચાર્ય લોક એન્ડ કીમાં રાખી શકાશે. કોઈની સ્વતંત્રતા છિનવવાનો ઉદેશ નથી. રિસેસ દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. આ કરવાથી વિદ્યાર્થીનું શિક્ષણ સારું થશે. વહીવટી કાર્યમાં એકમ કસોટીના માર્ક વગેરે સહિતના કાર્ય કરવાના રહેશે.